739 કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ: 10થી વધુ ઉદ્યોગપતિઓના નામ આવ્યા સામે

નિલેશ પટેલ ની તપાસમાં 233 બેંકના ખાતામાં અબજો રૂપિયાના વ્યવહારો મળી આવ્યા છે.

Update: 2022-03-10 06:29 GMT

નિલેશ પટેલ ની તપાસમાં 233 બેંકના ખાતામાં અબજો રૂપિયાના વ્યવહારો મળી આવ્યા છે.GSTના અધિકારીઓએ નિલેશ પટેલને 697 પ્રશ્નો પુછ્યા હતા.તેમાં 10થી વધુ ઉદ્યોગપતિના નામો બહાર આવ્યા છે.આ તમામનો સમાવેશ બોગસ બિલિંગ કૌભાંડમાં સમાવેશ છે.આરોપી નિલેશ પટેલ પાસેથી 4 મોબાઈલ, 17 લેપટોપ, ડેસ્કટોપ અને સર્વર સહિતની સામગ્રી સામેલ છે. સાથે 233 બેંકના ખાતાના વ્યવહાર મળ્યા છે.

આ ડેટામાં અબજો રૂપિયાના વ્યવહારો કરવામાં આવ્યા હોવાનું GSTની તપાસમાં બહાર આવ્યુ છે જુલાઇ મહિનામાં દરમિયાન ભાવનગરના માધવ કોપર લિમિટેડમાં GSTની ગેરરીતિને લઇને દરોડા પાડતા રૂપિયા 739 કરોડની ગેરરીતિઓ સામે આવી હતી. આ કેસમાં ગત જુલાઇ મહિનાથી માધવ કોપર લિમિટેડના ડિરેક્ટર નિલેશ પટેલ ફરાર હતો. નિલેશ પટેલે સુપ્રીમ કોર્ટમાં GST કાયદામાં ધરપકડનું પ્રાવધાન ન હોવાની બાબત અને GST કાયદાને પડકારતી અરજી કરી હતી. જોકે સુપ્રીમ કોર્ટે તે બાબત સુનવણીને આધિન રાખી ધરપકડ ન થાય તેના અંગેની રાહત માટે નીચલી કોર્ટમાં જવા માટે સૂચન કર્યું હતું. નિલેશ પટેલ દ્વારા અમદાવાદની સેશન્સ કોર્ટથી સુપ્રિમ કોર્ટમાં કરેલી આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી.

Tags:    

Similar News