લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, વિજાપુરના MLA સી.જે.ચાવડાએ આપ્યું રાજીનામું..!

લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. વિજાપુરના MLA સી.જે.ચાવડાએ રાજીનામું આપી દીધુ છે.

Update: 2024-01-19 06:11 GMT

લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. વિજાપુરના MLA સી.જે.ચાવડાએ રાજીનામું આપી દીધુ છે. આજે સવારે સી.જે.ચાવડાએ વિધાનસભા અધ્યક્ષને પોતાનું રાજીનામું આપ્યું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લાં કેટલાક સમયથી સી.જે.ચાવડા કોંગ્રેસ છોડશે તેવી અટકળો ચાલતી હતી. સી.જે.ચાવડાએ રાજીનામું આપતા હવે તમામ અટકળોનો અંત આવ્યો છે. સી.જે.ચાવડાએ રાજીનામું આપતાની સાથે જ વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોનું સંખ્યાબળ ઘટીને 15 થઇ છે.

મળતી માહિતી મુજબ સી.જે.ચાવડા વિજાપુર વિધાનસભા બેઠક પરથી પેટા ચૂંટણી લડશે. ભાજપ હાઇકમાન્ડ સાથે બેઠક થયા બાદ સી.જે.ચાવડાએ કોંગ્રેસને રામરામ કર્યા છે. આ સાથે આવનારા સમયમાં AAP અને કોંગ્રેસમાંથી વધુ કેટલાક ધારાસભ્યો રાજીનામું આપે તેવી પણ શક્યતા જોવાઇ રહી છે.

Tags:    

Similar News