આપમાં નવા સંગઠન બાદ ભડકો, અનેકના રાજીનામા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ, કોંગ્રેસ અને આપ ત્રણેય પક્ષો એક્શનમાં આવી ચૂક્યા છે. આમ આદમી પાર્ટીના નવા સંગઠનની જાહેરાત થયા બાદ ભડકો જોવા મળી રહ્યો છે.

Update: 2022-06-14 07:01 GMT

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ, કોંગ્રેસ અને આપ ત્રણેય પક્ષો એક્શનમાં આવી ચૂક્યા છે. આમ આદમી પાર્ટીના નવા સંગઠનની જાહેરાત થયા બાદ ભડકો જોવા મળી રહ્યો છે. નવા સંગઠન થી નારાજ અનેક લોકોએ રાજીનામા આપ્યા છે. તાપી જિલ્લા બાદ ભરૂચમાં પણ એક સાથે 50 જેટલા હોદ્દેદાર રાજીનામું ધરી દીધા છે.

ગુજરાતમાં આદ આદમી પાર્ટીએ નવા સંગઠનની રચના તો કરી નાંખી છે, પરંતુ જેમનું નામ નવા સંગઠનમાં નથી તેવા નારાજ થઇ અનેક લોકોએ રાજીનામા આપી દીધા છે. તાપી જિલ્લા બાદ ભરૂચમાં એક સાથે 50 જેટલા હોદ્દેદાર રાજીનામું ધરી દીધા છે. જેમાં પ્રભારી સંદિપ પાઠકે કાર્યકર્તા અને હોદ્દેદારો સાથે વાત કર્યા વિના મનસ્વી નિર્ણયો લીધા હોવાની ચર્ચા થઈ રહી છે.તાપી જીલ્લાના હોદ્દેદારો બાદ હવે ભરૂચ આમ આદમી પાર્ટીમાં ભડકો જોવા મળી રહ્યો છે. એક સાથે 50 જેટલા હોદ્દેદાર રાજીનામું આપતા ખળભળાટ મચી જવા પામ્યો છે. પાર્ટીમાં પટેલવાદ ચાલતો હોવાનો કાર્યકરોએ મત વ્યક્ત કર્યો હતો. સંગઠનમાં ઉત્તર ગુજરાતનું પ્રતિનિધિત્વ ખતમ કરી દીધું હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યા છે. ચૌધરી સમાજ ના એકમાત્ર આગેવાન ભેમાં ચૌધરી પણ કદ પ્રમાણે વેતરી નંખાયા હોવાની ચર્ચા ચાલી રહી છે. બીજી બાજુ અમદાવાદમાં પણ આગામી સમયમાં મોટો ભડકો થઈ શકે છે. આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના નેતાઓ જ મોટા હોદ્દા ધરી દીધા છે. જેના કારણે આપના કાર્યકરો નારાજ જણાઈ રહ્યા છે. 

Tags:    

Similar News