અમદાવાદ: બંટીબબલીની જોડીએ 1700 લોકોને શિકાર બનાવી રૂ. 17 લાખ પડાવ્યા

Update: 2021-06-22 07:29 GMT

કોરોના મહામારીના કપરા સમયમાં અનેક લોકો બેકાર બન્યા છે. ત્યારે આ સમયનો લાભ સુરતના એન્જિનિયર યુવાન ઉઠાવ્યો છે. આ યુવાને લોકોને ડેટા એન્ટ્રી કરી રૂપિયા કમાવવાની લાલચ આપીને લાખ્ખો રૂપિયા પડાવી લીધા. આ યુવકે પોતાના મંગેતરને પણ સામેલ કરીને 10-20 નહીં પરંતુ 1700 લોકોને શિકાર બનાવી ચૂક્યા છે. અને 17 લાખ રૂપિયા પડાવી ચૂક્યો છે. જોકે બંટી બબલીની અમદાવાદ સાઇબર ક્રાઇમે ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વીઓ 01 રાજ્યમાં કોરોના કાળમાં અનેક લોકો બેરોજગાર બન્યા છે ત્યારે બેકાર બનેલા લોકોને ઠગતા માટે સુરતના એન્જીન્યર યુવાન હાર્દિક રૂપિયા કમાવા માટે એક અલગ કીમિયો શોધી કાઢ્યો હતો.આરોપી હાર્દિક જોબ રિપ્લેસમેન્ટ વેબ સાઈટ પરથી નોકરી વચ્છુક યુવક-યુવતી ઓના નંબર મેળવતો અને ત્યારબાદ તેમને ફોન કરીને ડેટા એન્ટ્રી કરી રૂપિયા કમાવવાની લાલચ આપતા હતો.જોકે પહેલા એક ડેમોસ્ટ્રેશનના ભાગ રૂપે હાથથી લખેલ પેજ મોકલી આપતા. જે એક સોફ્ટવેરમાં ટાઇપ કરી આપવા માટે કહેતો હતો. જોકે આ સોફ્ટવેર માટે તે સામે વાળા વ્યક્તિ પાસે થી માત્ર રૂપિયા 999 મેળવતો અને ત્યાર બાદ છેતરપિંડી કરતો હતો.

આરોપી હાર્દિકે તેના આ આઈડિયામાં તેની મંગેતર રૂચિતા નારોલાને પણ સામેલ કરી જે એલ.એલ.બી.નો અભ્યાસ કર્યો છે. અને બંને આરોપીઓએ નોકરી વચ્છુક લોકોની ફોન કરવા માટે ચાર યુવતીને પણ નોકરીએ રાખેલ હતી. જ્યારે નોકરી માટે જરૂરિયાત મંદ લોકોને ડેટા તે જે તે વેબસાઈટ પાસેથી રૂપિયા ચૂકવી ને મેળવતો હતો અને ત્યારબાદ બેકાર લોકોનો સંપર્ક કરી રૂપિયાની લાલચ આપી ફસાવતો હતો. અમદાવાદ સાઇબર ક્રાઇમ એક ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી હતી.પોલીસના કહેવા મુજબ આરોપીએ અત્યાર સુધીમાં ગુજરાતભરમાંથી 1700 લોકોને ભોગ બનાવી રૂપિયા 17 લાખ પડાવ્યા છે.  

Tags:    

Similar News