અમદાવાદ:પીરાણા ખાતે RSSની બેઠકનો બીજો દિવસ, પીએમ મોદી બેઠકમાં ભાગ લે તેવી શક્યતા

Update: 2022-03-12 05:21 GMT

અમદાવાદ પીરાણા ખાતે RSSની બેઠકનો બીજા દિવસ છે. ત્યારે PM મોદી અને અમિત શાહ સંઘની બેઠકમાં ભાગ લઈ શકે છે.અમદાવાદ પીરાણા ખાતે આયોજિત આ બેઠક ખૂબ જ મહત્વની મનાય છે અને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે ગૃહ પ્રધાન અમિત શાહ બેઠકમાં સામેલ થઈ શકે છે.સુત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદના પીરાણા ખાતે તાત્કાલિક હેલિપેડ બનાવવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, આરએસએસની આ બેઠક 13 માર્ચ સુધી ચાલવાની છે. તેમાં મોહન ભાગવત સહિતના રાષ્ટ્રીય સ્તરના હોદ્દેદારો ભાગ લીધો છે. કહેવામાં આવી રહ્યું છે કે, PM મોદી, મોહન ભાગવત અને અમિત શાહ અમદાવાદમાં ગુપ્ત બેઠક કરશે.આ બેઠકમાં સંઘના કાર્ય આગામી બે વર્ષમાં કેવી રીતે વિસ્તાર કરવો, કયા વિસ્તાર કરવો અને તેને લગતી રણનીતિ પર ચર્ચા કરવામાં આવી રહી છે. આ બેઠકમાં RSSથી જોડાયેલી 36 જેટલી સંસ્થાઓ જેવી કે, ભારતીય મજદૂર સંઘ, વિદ્યાર્થી પરિષદ, વનવાસી કલ્યાણ આશ્રમ, રાષ્ટ્ર સેવિકા સમિતિ, વિધ્યા ભારતી અને વિશ્વ હિન્દુ પરિષદ જેવી સંસ્થાઓ ભાગ લઈ રહી છે.1988 માં સંઘની આ મહત્વપૂર્ણ બેઠકનું આયોજન પ્રથમ વખત નાગપુરની બહાર રાજકોટમાં કરવામાં આવ્યું હતું. અને હવે અમદાવાદમાં આયોજિત થઈ છે.

Tags:    

Similar News