અમરેલી: ધારીના સફારી પાર્કમાં રૂપિયા 21 કરોડના ખર્ચે વિવિધ પ્રકલ્પોનું નિર્માણ,વનમંત્રીના હસ્તે કરાયું લોકાર્પણ

ધારીના સફારી પાર્કમાં વન્યપ્રાણી વરુઓ સફારી પાર્કમાં લવાયા હતા અને નામશેષ થતા વરુંને વનમંત્રી મુળુભાઇ બેરાએ કુદરતના ખોળે ખુલ્લા મુકયા

Update: 2024-01-24 05:44 GMT

અમરેલી જિલ્લાના ધારીમાં આવેલો છે સફારી પાર્ક

સફારી પાર્કનું નવ નિર્માણ કરાયુ

રૂ.21 કરોડના ખર્ચે વિવિધ પ્રકલ્પોનું નિર્માણ

વનમંત્રી મૂળુભાઈ બેરાના હસ્તે લોકાર્પણ કરાયુ

પ્રવાસીઓની સુવિધામાં થશે વધારો

અમરેલી જિલ્લાના ધારીના સફારી પાર્કમાં નવ નિર્માણ પામેલ વિવિધ પ્રકલ્પોનું વન મંત્રી મૂળુભાઈ બેરાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું પ્રવાસન ક્ષેત્ર વિકસાવવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ હોય ત્યારે વન્યપ્રાણીઓ માટે સાસણ ગીર સોમનાથ જિલ્લાનું વધુ મહત્વ હોય ત્યારે અમરેલી જિલ્લાના ધારીના સફારી પાર્કમાં પર્યટકોની સુખ સુવિધાઓ વધારીને 21 કરોડ જેવી રકમથી સફારી પાર્કને વધુ સજ્જ કરવામાં આવ્યું છે..

જેનું લોકાર્પણ વનમંત્રી મુળુભાઈ બેરાના વરદહસ્તે કરવામાં આવ્યું હતુ.ધારીના સફારી પાર્કમાં વન્યપ્રાણી વરુઓ સફારી પાર્કમાં લવાયા હતા અને નામશેષ થતા વરુંને વનમંત્રી મુળુભાઇ બેરાએ કુદરતના ખોળે ખુલ્લા મુકયા હતા આ પ્રસંગે સાંસદ નારણ કાછડીયા, કૌશિક વેકરીયા, જે.વી કાકડીયા સહિતના નેતાઓ ઊપસ્થિત રહ્યા હતા

Tags:    

Similar News