અમરેલી: ભીમ અગિયારસ નિમિત્તે ખેડૂતોએ વાવણી કાર્યના કર્યા શ્રી ગણેશ, કપાસની વાવણી શરૂ કરી

અમરેલી જિલ્લામાં આજરોજ ભીમ અગિયારસ નિમિત્તે ખેડૂતોના કુવામાં પાણી હોય તેવા ખેડૂતોએ વાવણી કાર્યનો શુભારંભ કરી દીધો છે

Update: 2023-05-31 11:56 GMT

અમરેલી જિલ્લામાં આજરોજ ભીમ અગિયારસ નિમિત્તે ખેડૂતોના કુવામાં પાણી હોય તેવા ખેડૂતોએ વાવણી કાર્યનો શુભારંભ કરી દીધો છે

આજે ભીમ અગિયારસના પર્વને ધ્યાને લઈને અમરેલી જિલ્લાના કુવામાં પાણી હોય તેવા ખેડૂતોએ શુકનવંતા દિવસને શુભ માનીને આજથી વાવણીના શ્રી ગણેશ શરૂ કરી દીધા છે।સવારે જ બળદને જોડીને પૂજન અર્ચન કર્યું હતું અને આજના દિવસમાં કપાસનું વાવેતર શરૂ કર્યું છે.આજનો દિવસ ખેડૂતો વધુ શુભ માને છે અને આજના દિવસથી જો ખેતી કામ શરૂ કરીને વાવેતર કરીએ તો પાક સારો આવે તેવી જુનવાણી પરંપરાને અનુલક્ષીને આજથી અમરેલી જિલ્લાના તાલુકા મથકો પર જ્યા કુવામાં પાણી હોય તેવા ખેડૂતોએ વાવણી શરૂ કરી દીધી છે

Tags:    

Similar News