અમરેલી: રાજુલા પંથકમાં કોપર પ્લાન્ટ સામે વિરોધ વંટોળ, પર્યાવરણ પ્રેમીઓ અને ખેડૂતોએ કાઢી રેલી

રાજુલા પંથકમાં આવતી કોપર પ્લાન્ટ કંપની સ્થાપવાનો લઈને રાજુલા પંથકમાં ખેડૂતો અને પર્યાવરણ પ્રેમીઓ દ્વારા વિરોધ શરૂ થયો છે

Update: 2024-04-30 05:23 GMT

અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં આવતી કોપર પ્લાન્ટ કંપની સ્થાપવાનો લઈને રાજુલા પંથકમાં ખેડૂતો અને પર્યાવરણ પ્રેમીઓ દ્વારા વિરોધ શરૂ થયો છે ત્યારે ખેડૂતોએ કલેકટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું

અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં કોપર પ્લાન્ટ કંપની સ્થપાવા માટે અગાઉ કરેલી લોક સુનવણીમાં પોલીસ તંત્ર દ્વારા 11 પર્યાવરણ પ્રેમીઓ અને ખેડૂતોને ડીટેઇન કર્યા હતા બાદ રાજુલા ખાતે પર્યાવરણ પ્રેમીઓ અને ખેડૂતો દ્વારા બેઠક યોજવામાં આવી હતી અને મહુવા ખાતે નિરમા કંપની સામે આંદોલન કરનારા ડો.કનુંભાઈ કળસરીયા, તખુભાઇ સાંઢસુર, મંગલુભાઇ ખુમાણ, અમદાવાદના પર્યાવરણ પ્રેમી મુદીતા વિદ્રોહી સહિતના 200 ઉપરાંતના પર્યાવરણ પ્રેમીઓ અને ખેડૂતો દ્વારા કોઇપણ સંજોગો માં કોપર પ્લાન્ટ કંપની રાજુલા પંથકમાં સ્થપાઈ તો ખેતી અને પર્યાવરણ સાથે વન્યપ્રાણી સિંહનો મોટો વિસ્તાર નષ્ટ થવાની ગંભીર શક્યતાઓ વચ્ચે આજે કોપર પ્લાન્ટ હટાવો સમિતિ રાજુલા જાફરાબાદ દ્વારા વિરોધ પ્રદર્શન સભા યોજીને બાદ રેલી સ્વરૂપે રાજુલા પ્રાંત કલેકટરને આવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમમાં ખેડૂતો અને પર્યાવરણ પ્રેમીઓ પ્લે કાર્ડ સાથે પ્રાંત કલેકટર કચેરીએ સૂત્રોચાર કર્યા હતા ને અગાઉની લોક સુનાવણી રદ કરવાની માંગણી પણ કોપર પ્લાન્ટ હટાવો સમિતિ દ્વારા કરવામાં આવી હતી


Tags:    

Similar News