અમરેલી: ખાંભાના ભાવરડી ગામમાં ટપોટપ મરી રહ્યા છે ઘેટા, લમ્પી બાદ અનોખા વાયરસે મચાવ્યો હાહાકાર

અમરેલી જિલ્લામાં પશુઓમાં લમ્પી વાયરસ બાદ અન્ય કોઈ વાયરસ પશુઓમાં આવતા માલધારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે

Update: 2022-08-02 10:28 GMT

અમરેલી જિલ્લામાં પશુઓમાં લમ્પી વાયરસ બાદ અન્ય કોઈ વાયરસ પશુઓમાં આવતા માલધારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે અને આ અનોખા વાયરસથી માલધારીઓના પશુઓ મરી જતા પશુપાલકો ચિંતિત બની ગયા છે.

આ છે ખાંભા ગીરનું ભાવરડી ગામ.પશુ પાલકો અને ખેતી પર નિર્ભર ભાવરડી ગામમાં છેલ્લા 5 6 દિવસથી એક ઝેરી વાયરસ પશુઓમાં ફેલાયો છે જેને લઈને પશુઓના મોત થઈ રહ્યા છે અને ભાવરડીના રત્ના ભરવાડ નામના માલધારીના 30 થી 40 જેટલા ઘેટાઓ અચાનક જ મોતને ભેટતા જ માલધારી હતપ્રભ થઈ ગયો હતો અને પોતાની આજીવિકાના 30 થી 40 જેટલા ઘેટાઓના મોતથી માલધારીઓ પર આભ તૂટી પડ્યું હતું અને ગામના સરપંચને જાણ કરીને પશુઓના મોત અંગે રત્ના ભરવાડે વાકેફ કર્યા હતા. પશુઓ ગૌચરમાં ચરતા ચરતા અચાનક એક દિવસ એમનમ ખોરાક વગર જ ઉભા રહે છે અને પશુઓ ખોરાક લેવાનું બંધ કરીને ત્રીજા દિવસે મોતને ભેટતા હોવાથી આ કયા વાયરસથી પશુઓ મોતને ભેટે તે અંગે સરપંચ દ્વારા પશુ ચિકિત્સકને બોલાવીને ભાવરડી ગામના પશુપાલકોના પશુઓની સારવાર અને વાયરસ અંગે સેમ્પલો આપવામાં આવ્યા હતા.

ગીર પંથકના ગામડાઓમાં મોટાભાગે માલધારીઓ જ વસવાટ કરે છે અને ભાવરડી ગામમાં રત્ના ભરવાડના 30 થી 40 ઘેટા મોતને ભેટતા પશુ ચિકિત્સક દ્વારા 4 5 દિવસથી પશુઓ પર મોનીટરીંગ થઈ રહ્યું છે . એક તરફ લમ્પી વાયરસનો ખેર બીજી તરફ આ અનોખા વાયરસથી પશુઓના મોતથી અમરેલી જિલ્લાના પશુપાલકો ચિંતિત બન્યા છે અને સેમ્પલો અમરેલી ખાતે તપાસમાં મોકલાવ્યા છે.આ નવા વાયરસ પર પશુ ચિકિત્સકો કેટલો કાબુ મેળવી શકે છે તે એક ચિંતાનો વિષય આગામી દિવસોમાં જોવા મળે તેવા સમીકરણો હાલની પરિસ્થિતિ જોતા જણાઈ છે.

Tags:    

Similar News