અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા યુવા કોંગ્રેસ દ્વારા નવા હોદ્દેદારોની વરણી કરાય…

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ પક્ષ દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવા જોર આપવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા યુવા કોંગ્રેસ દ્વારા નવનિયુક્ત સંગઠનની યાદી જાહેર કરવામાં આવી છે.

Update: 2022-07-04 14:04 GMT

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ પક્ષ દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવા જોર આપવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા યુવા કોંગ્રેસ દ્વારા નવનિયુક્ત સંગઠનની યાદી જાહેર કરવામાં આવી છે.

Delete Edit

ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણી પહેલા એક્શન મોડમાં આવી ગયું છે, ત્યારે જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ શકીલ અકુજી દ્વારા યુવા કોંગ્રેસ પક્ષના નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. જેમાં જિલ્લા યુવા કોંગ્રેસના નવનિયુક્ત ઉપપ્રમુખ તરીકે ધનરાજ સિંહ પટેલ, મહામંત્રી તરીકે રવિન્દ્ર ચૌહાણ, મંત્રી તરીકે દિનેશ મિશલની વરણી કરાય છે. આ સાથે જ પ્રતીક કાયસ્થ, સ્પંદન પટેલ, મુકેશ વસાવા, મમતા વસાવા, કાર્તિક પટેલ, વિરલ પટેલ, જુનેદ મલેક, અરુણ વસાવા, સુનિલ વસાવા, હેરી પટેલ, સીમા વસાવા, શહાદત શેખ, અશરફ દીવાન, રિશી પટેલ, પીરું વસાવા, યુવરાજસિંહ વશી, હરીશ વસાવા, અયાન મલેક, દિવ્યાંગ પરમાર, ઇમરાન શેખ, વિનય વસાવા સહિત ધરતી મોદીની પણ નવનિયુક્તિ કરવામાં આવી છે, ત્યારે આ તમામ નવનિયુક્ત હોદ્દેદારોને મર્હૂમ સાંસદ અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ, અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા યુવા કોંગ્રેસ પ્રમુખ શરીફ કાનુગા તેમજ ઉપપ્રમુખ હેમંત પટેલ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.

Tags:    

Similar News