અરવલ્લી: ભેંસો ખરીદવાની લાલચ આપી ગઠીયાએ ખેડૂત પાસેથી રૂપિયા 1.25 લાખ ખંખેરી લીધા,પોલીસ ફરિયાદ નોંધાય

અરવલ્લી જિલ્લામાં સાયબર ક્રાઇમની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે

Update: 2023-08-09 05:58 GMT

અરવલ્લી જિલ્લામાં સાયબર ક્રાઇમની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે ભેંસો ખરીદવાની લાલચ આપી ગઠીયાએ ખેડૂત પાસેથી રૂપિયા 1.25 લાખ ખંખેરી લીધા હતા

રાજ્યમાં પોલીસ તંત્ર દ્વારા સાયબર ક્રાઇમની ઘટનાઓને ડામવા માટે અલગ અલગ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જોકે ગઠિયાઓ અવનવા પેંતરા અપનાવીને લોકોને સાબર ક્રાઇમનો ભોગ બનાવી રહ્યા છે.મોડાસા તાલુકાના કઉ મોતીપુરા ગામે એક વ્યક્તિ સાઇબર ક્રાઇમનો ભોગ બન્યા છે. ફેસબૂક ઉપર પંજાબની બે ભેંસો ખરીદવા મામલે ઠગે વિશ્વાસમાં લઈને 1.25 લાખ ખંખેરી લીધા છે.10-10 હજાર રૂપિયા માંગીને ભેંસો આવી જશે, તેવું કહીને 1.25 લાખ રૂપિયા પડાવી લેતા સમગ્ર ઘટનાને લઈને હવે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.

Tags:    

Similar News