અરવલ્લી: ફિલ્મોમાં જોવા મળે એ પ્રકારની જીવાતોએ સ્થાનિકોનું જીવન મુશ્કેલ કર્યું,જુઓ શું છે મામલો

અરવલ્લી જિલ્લાના મોડાસામાં ચોમાસની સિઝનમાં ચૂડવેલ નામની જીવાતનો ઉપદ્રવ વધતા સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

Update: 2023-07-05 09:59 GMT

અરવલ્લી જિલ્લાના મોડાસામાં ચોમાસની સિઝનમાં ચૂડવેલ નામની જીવાતનો ઉપદ્રવ વધતા સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે

ચોમાસુ સિઝનની શરૂઆત થાય અને પહેલો ધોધમાર વરસાદ આવે ત્યાર બાદ ગ્રામ્ય વિસ્તારોમાં અલગ અલગ જાતની જીવાતોનો ઉપદ્રવ જોવા મળતો હોય છે. જે જીવાતો રહીશોને ખુબજ હેરાનગતિ કરાવે એવી હોય છે. આવી જીવાતો દૂર કરવા તંત્ર સતર્ક બને એ જરૂરી છે. ત્યારે મોડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ચૂડવેલ નામની મહામારી જોવા મળી છે. અરવલ્લી જિલ્લામાં ચોમાસાની શરૂઆતમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેના કારણે જમીનમાં વરસાદી ભેજના કારણે જીવાતો જમીનમાંથી બહાર આવવા લાગી છે. આ જીવાતો ભારે થોક બંધ જોવા મળતા માનવ વસ્તી માટે મુશ્કેલી સર્જાઈ છે. મોડાસાના સાકરીયા અને આસપાસના ગામોમાં વરસાદ બાદ ઉગાડ નીકળ્યા બાદ બે ઇંચ લાંબી ચૂડવેલ નામની જીવાતો હજારોની સંખ્યામાં જોવા મળી હતી. ગામના રહીશોના મકાનોની દીવાલો પર, છત પર, ભોંય તળિયે, અંદર-બહાર તમામ જગ્યાએ જ્યાં જુઓ ત્યાં ચૂડવેલના થોર જોવા મળ્યા છે. જમવાનું બનાવવું હોય તો રસોઇમાં પણ ચૂડવેલ ટપકી પડે છે.

Tags:    

Similar News