બનાસકાંઠા: ગુજરાત બાળ સંરક્ષણ આયોગના ચેરપર્સનના અધ્યક્ષસ્થાને યોજાયો નારી ગૌરવ દિવસનો કાર્યક્રમ

મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વની રાજ્ય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘‘પાંચ વર્ષ આપણી સરકારના, સૌના સાથથી, સૌના વિકાસના’’ હેઠળ છેલ્લા ચાર દિવસથી તા. 1લી ઓગષ્ટથી સમગ્ર રાજ્યમાં જનકલ્યાણ અને લોકહિતના અનેકવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે.

Update: 2021-08-04 14:47 GMT

મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વની રાજ્ય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે ''પાંચ વર્ષ આપણી સરકારના, સૌના સાથથી, સૌના વિકાસના'' હેઠળ છેલ્લા ચાર દિવસથી તા. 1લી ઓગષ્ટથી સમગ્ર રાજ્યમાં જનકલ્યાણ અને લોકહિતના અનેકવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. જે અંતર્ગત આજે તારીખ 4 ઓગષ્ટના રોજ પાલનપુર ખાતે ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ આયોગના ચેરપર્સન જાગૃતિબેન પંડ્યાના અધ્યક્ષસ્થાને નારી ગૌરવ દિવસ નિમિત્તે સ્વસહાય જૂથોના લાભાર્થી બહેનોને લોન વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બનાસકાંઠા જિલ્લાના 185 સ્વસહાય જૂથોના લાભાર્થી બહેનોને રૂ. 1.85 કરોડની લોન સહાયના ચેક અપાયા હતાં.

આ પ્રસંગે ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ આયોગના ચેરપર્સન જાગૃતિબેન પંડ્યાએ જણાવ્યું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વની રાજ્ય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે આજે નારીઓના સન્માન અને ગૌરવ માટે નારી ગૌરવ દિવસ નિમિત્તે સમગ્ર રાજ્યમાં કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. તેમણે કહ્યું કે, મહિલાઓ આત્મનિર્ભર અને સ્વાવલંબી બને તે માટે સરકારે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે. ચેરપર્સનએ કહ્યું કે, મહિલાઓના સશક્તિકરણ માટે રાજ્ય સરકાર કટીબધ્ધ છે ત્યારે આપણે પણ બાળકોના ઉછેર સમયે દિકરા-દિકરીનો ભેદભાવ રાખ્યા સિવાય તેમનો સમાનતાથી ઉછેર કરી દિકરીઓને ઉચ્ચ શિક્ષણ અપાવીએ. તેમણે કહ્યું કે, આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેટી બચાવો, બેટી પઢાવો અભિયાન અને કન્યા કેળવણી મહોત્સવ શરૂ કરી દિકરીઓને ભણાવવા ઝુંબેશ શરૂ કરી હતી. જેને ખુબ સારી સફળતા મળતા આજે દિકરીઓએ ઘણાં બધા ક્ષેત્રોમાં પ્રગતિના સોપાનો સર કર્યા છે. દિકરીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવામાં સરળતા રહે તે માટે શિષ્ય્વૃત્તિ અને વિદેશ અભ્યાસ માટે લોન આપવામાં આવે છે.

ચેરપર્સન જાગૃતિબેન પંડ્યાએ જણાવ્યું કે, મહાન સમાજ સુધારક રાજારામ મોહનરાયની જેમ આપણા સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સામાજિક સુધારણારૂપ નિર્ણય લઇ ગંગાસ્વરૂપ મહિલા માટે પુનઃલગ્ન આર્થિક સહાય યોજના શરૂ કરાવી છે. જેમાં પુનઃલગ્ન કરનાર મહિલાઓને રૂ. 50,000ની આર્થિક સહાય આપવામાં આવે છે. તેમણે જણાવ્યું કે, કોરોનાની વૈશ્વિક મહામારીની બીજી લહેરમાં ઘણાં પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે, કેટલાંક બાળકોએ પોતાના માતા-પિતા બન્ને કે બન્ને માંથી કોઈ એકની છત્રછાયા ગુમાવી છે તેવા નિરાધાર બાળકો માટે આ સરકારે મુખ્યમંત્રી બાળ સેવા યોજના બનાવી છે. કોરોના સમયમાં જે બાળકોએ પોતાના માતા- પિતાની છત્રછાયા ગુમાવી છે તેવા બાળકોને આ યોજના હેઠળ દર મહિને રૂ. 4000 તેમજ માતા- પિતા બન્ને માંથી કોઈ એકને ગુમાવ્યા છે તેવા બાળકને દર માસે રૂ. 2000ની આર્થિક સહાય બાળક 21 વર્ષનું થાય સુધી આપવામાં આવશે. તેમણે જણાવ્યું કે, કોરોના સમયે આ સરકાર અસરકારક કામગીરીને લીધે ઘણાં લોકોના જીવ બચાવી શકાયા છે. હવે કોરોનાની સંભવિત ત્રીજી લહેરની ચર્ચા થઇ રહી છે ત્યારે ત્રીજી લહેરના સામના માટે સરકાર સંપૂર્ણ સજ્જ છે. પરંતું આપણે કોરોના પ્રતિરોધક રસી મુકાવી, કોવિડ ગાઇડલાઇનનું પાલન કરીએ તથા માસ્ક અવશ્ય પહેરીએ તેમ તેમણે જણાવ્યું હતું.

જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નીેલ ખરેએ પ્રાસંગીક પ્રવચન કરતાં જણાવ્યું કે, નારીઓમાં અપાર શક્તિઓ પડેલી હોય છે તેમને સમાન અવસર અને તકો આપવામાં આવે તો ખુબ આગળ વધી પરિવાર, સમાજ અને રાષ્ટ્ર નું નામ રોશન કરે છે. તેમણે કહ્યું કે, દિકરીઓને સમાન અવસર પુરો પાડવા રાજ્ય સરકારે વ્હાલી દિકરી યોજના અમલી બનાવી છે. મહિલા ઉત્કર્ષ યોજનામાં આજે બનાસકાંઠા જિલ્લાના 185 સ્વસહાય જૂથના લાભાર્થી બહેનોને રૂ. 1.85 કરોડની લોન સહાય આપવામાં આવી છે. અહીંથી મળેલ સહાયનો સદઉપયોગ કરી જીવનમાં આગળ વધવા તેમણે મહિલાઓને અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે પાલનપુર નગરપાલિકાના પ્રમુખ હેતલબેન રાવલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર.આઇ.શેખ, અગ્રણીઓ કુમુદબેન જોષી, ગજેન્દ્ર સક્સેના, માધાભાઇ પટેલ, કોકીલાબેન પંચાલ, જાગૃતિબેન મહેતા, જાગૃતિબેન મોઢ, હર્ષાબેન મહેશ્વરી, લીડ બેંકના મેનેજર પી.એસ.મીણા, બરોડા બેંકના જાખડ અને જીગ્નેશ શાહ, જિલ્લા રજીસ્ટ્રાર ખરાડી સહિત અધિકારીઓ, અગ્રણીઓ અને સારી સંખ્યામાં લાભાર્થી બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.

Tags:    

Similar News