ભરૂચ : ઝઘડિયાના સરદારપુરા ખાતે આરતી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ખેડૂત સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો...

Update: 2022-08-27 14:20 GMT

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના સરદારપુરા ખાતે આરતી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સીએસઆર પ્રોજેક્ટ હેઠળ ખેડૂત સશક્તિકરણ અને ગ્રામ વિકાસ માટે ઝઘડીયા તાલુકાના 6 ગામોમાં પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો.

આ પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતોને આધુનિક ફાર્મ લેબર સેવીંગ ટેક્નોલોજીના હેન્ડલુમ તેમજ ખેત ઓજારોની અને તુવેર બિયારણ જેવી સહાય અર્પણ કરવામાં આવી હતી. આરતી ઇન્ડસ્ટ્રીઝના પ્રેરણાદાયી પ્રોજેક્ટમાં ઝઘડીયા તાલુકાના સરદારપુરા, ઉટીયા, બોરીદ્રા, ખરચી, ગુમાનપુરા અને રાણીપુરા મળી 6 ગામોના 250થી વધુ ખેડૂત ભાઈ-બહેનો જોડાયા હતા. જેમને ખેતીમાં કામમાં ઉપયોગી ઓજારોનું સહાયરૂપે વિતરણ કરવામાં આવ્યું હતું. આરતી ઇન્ડસ્ટ્રીઝ સાથે ફાર્મ બ્રિજ સોશ્યલ સપોર્ટ ફાઉન્ડેશન ભરૂચના ટેકનોલોજી અને નોલેજના સહયોગથી આ પ્રોજેક્ટ શરૂ કરાયો છે. જેને ખેડૂતો દ્વારા ખૂબ જ બિરદાવવામાં આવ્યો છે, ત્યારે આરતી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આવનાર સમયમાં પણ ખેડૂતો માટે સહાયલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે.

Tags:    

Similar News