ભરૂચ : ઝઘડીયા ખાતે 300થી વધુ યુવાનો AAPમાં જોડાતા રાજકીય ક્ષેત્રે ગરમાવો

Update: 2021-07-19 11:53 GMT

ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતે આમ આદમી પાર્ટીની મિટિંગ યોજાઈ હતી. જેમાં ૩૦૦થી વધુ કાર્યકરોએ આમ આદમી પાર્ટીમાં જોડાતા રાજકીય ક્ષેત્રે ભૂકંપ જોવા મળી રહ્યો છે. આમ આદમી પાર્ટીના વિચારોથી પ્રભાવિત થઈ યુવાનો આપમાં જોડાયા છે, ત્યારે આમ આદમી પાર્ટીમાં જોડાયેલા યુવાનોએ પાર્ટીને વધુ મજબૂત અને સંગઠિત બને તે માટે સંકલ્પ કર્યો હતો.

દિલ્હીથી કેજરીવાલના નેતૃત્વ હેઠળ દિન-પ્રતિદિન મજબૂત બની રહેલી આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પોતાના પક્ષને સંગઠીત બનાવી આદિવાસી વિસ્તારમાં પણ પાયો નાખવાનું શરૂ કરતાં 2 મુખ્ય રાજકીય પક્ષ કોંગ્રેસ અને ભાજપમાં સળવળાટ શરૂ થઈ ગયો છે. આમ આદમી પાર્ટીની મિટિંગ દરમ્યાન ૩૦૦થી વધુ કાર્યકરો AAPમાં જોડાતા રાજકીય ક્ષેત્રે ભૂકંપ જોવા મળી રહ્યો છે, ત્યારે આ પ્રસંગે મધ્ય ઝોન અને દક્ષિણ ઝોનના પ્રમુખ વિશાલ દવે, પ્રદેશ મહામંત્રી હરેશ જોગરાણા, ભરૂચ જિલ્લા પ્રમુખ જયેન્દ્રસિંહ રાજ, પ્રભારી કે.પી.શર્મા, ભરૂચ જિલ્લા સંગઠન મંત્રી અનિલ પારેખ, યુવા મોરચા પ્રમુખ અભિલેશસિંહ ગોહિલ તેમજ રેખા શર્મા ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News