ભરૂચ : ધર્મ સંસદમાં કરાયેલી ધર્મ વિષયક ટીપ્પણીઓના વિરોધમાં લઘુમતી સમાજે આપ્યું આવેદનપત્ર

લઘુમતી સમાજ વિરૂધ્ધ કરાયેલી ટીપ્પણીઓના વિરોધમાં ભરૂચમાં મુસ્લિમ સમાજના આગેવાનોએ આવેદનપત્ર આપી જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરી છે.

Update: 2021-12-27 11:23 GMT

ઉત્તરાખંડના હરિદ્રારમાં મળેલી ધર્મ સંસદ વિવાદમાં આવી છે. લઘુમતી સમાજ વિરૂધ્ધ કરાયેલી ટીપ્પણીઓના વિરોધમાં ભરૂચમાં મુસ્લિમ સમાજના આગેવાનોએ આવેદનપત્ર આપી જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરી છે.

હરિદ્વારમાં ધર્મ સંસદ મળી હતી જેમાં નરસિંહ આનંદ, દિપક યાદી તથા જીતેન્દ્ર નારાયણ ત્યાગી તેમજ કેટલાક અન્ય વકતાઓએ લઘુમતી સમાજ વિરૂધ્ધ ભડકાઉ ભાષણો આપ્યાં હતાં. વકતાઓએ ભારતમાં રહેતાં મુસ્લિમોની કતલેઆમ કરવા અપીલ કરતાં મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણી દુભાઇ છે. લઘુમતી સમાજ વિરૂધ્ધ ઉશ્કેરણીજનક ભાષણો કરનારાઓ સામે તાત્કાલિક કાર્યવાહીની માંગ સાથે રાષ્ટ્રપતિ ને સંબોધી ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. આ પ્રસંગે અબ્દુલ કામઠી, ઈંદ્રિશ પટેલ, પટેલ ઇમરાન સહિતના આગેવાનો ઉપસ્થિત રહયાં હતાં.

Tags:    

Similar News