ભરૂચ : ધોરણ- 10 અને 12ના રીપીટર છાત્રોને વેકસીન આપવા NSUIની રજુઆત

છાત્રો માટે અલગથી વેકસીન સેન્ટર શરૂ કરો, રીપીટર છાત્રોની પરીક્ષા ઓફલાઇન લેવાશે.

Update: 2021-07-07 11:04 GMT

ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ -10 અને 12ના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાઓ યોજાવા જઇ રહી છે. પરીક્ષા પહેલાં વિદ્યાર્થીઓ કોરોનાની વેકસીન લઇ શકે તે માટે અલાયદા વેકસીન સેન્ટર શરૂ કરવાની માંગ કરવામાં આવી છે.

આગામી સમયમાં ધોરણ 10 અને 12 ના રિપીટર્સ વિદ્યાર્થીઓ તેમજ કોલેજોમાં ઓફલાઇન પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ કોરોનાની વેકસીન લે તે અતિ આવશ્યક છે. પરીક્ષાના કારણે વિદ્યાર્થીઓ તેમજ તેમના પરિવારના સ્વાસ્થ્ય ન જોખમાય અને કોરોના સામે રક્ષણ મળી રહે તે માટે વિદ્યાર્થીઓ માટે અલાયદા વેક્સીનેશન સેન્ટરો ઉભા કરવા માટે ભરૂચ જિલ્લા NSUIના પ્રમુખ યોગેશ પટેલે રજુઆત કરી છે.

ભારત સરકાર દ્વારા વિદેશ જનારા વિદ્યાર્થીઓ માટે જે રીતે વેક્સીન સેન્ટરની અલગ વ્યવસ્થા કરવામાં આવી હતી એ જ રીતે ગુજરાત સરકાર દ્વારા જે અગાઉના સમયમાં યોજાનારી ધોરણ 10 અને 12 ના રિપીટર્સ તેમજ યુનિવર્સીટીની પરીક્ષા માટે પણ વિદ્યાર્થીઓ માટે ખાસ વ્યવસ્થા કરે તેવી માંગણી આવેદનપત્રમાં કરાય છે.

Tags:    

Similar News