ભરૂચ : સસ્તા અનાજની દુકાનમાંથી લોકોને મળતા ચોખા પ્લાસ્ટિકના નથી, આ છે ફોર્ટિફાઈડ ચોખા : પુરવઠા વિભાગ

ભરૂચ શહેર તથા જિલ્લામાં સસ્તા અનાજના કેન્દ્રમાંથી પ્લાસ્ટિકના ચોખા આપવામાં આવતા હોવાની બૂમો ઊઠવા પામી છે.

Update: 2023-01-21 12:44 GMT

ભરૂચ શહેર તથા જિલ્લામાં સસ્તા અનાજના કેન્દ્રમાંથી પ્લાસ્ટિકના ચોખા આપવામાં આવતા હોવાની બૂમો ઊઠવા પામી છે. તો બીજી તરફ, આ ચોખા ફોર્ટીફાઈડ ચોખા છે, જે પ્લાસ્ટિક ચોખા જેવા દેખાતા હોવાથી લોકોને ખોટી અફવા તરફ નહીં વળવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

ગરીબ અને જરૂરિયાત મંદને સરકારની યોજનાનો લાભ મળે અને સસ્તા ભાવે અનાજ મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા પંડિત દિનદયાળ ગ્રાહક ભંડાર અનેક વિસ્તારોમાં કાર્યરત કરવામાં આવ્યા છે. જેમાં લાભાર્થીઓને સસ્તા ભાવે અનાજ પૂરું પાડવામાં આવે છે. તેવામાં ભરૂચમાં સસ્તા અનાજની દુકાનમાંથી જરૂરિયાતમંદોને પ્લાસ્ટિકના ભેળસેળ વાળા ચોખા આપવામાં આવી રહ્યા હોવાની અફવાએ જોર પકડ્યું હતું. આ વાત વાયુવેગે પ્રસરતા લોકોનું ટોળું સસ્તા અનાજની દુકાનો પર જઈ પહોંચ્યું હતું. તાત્કાલિક નાયબ પુરવઠા વિભાગ દ્વારા તપાસ કરતાં લોકોમાં જાગૃતિના અભાવે સરકાર દ્વારા કુપોષિતોને રક્ષણ આપવામાં આવતા ચોખા પ્લાસ્ટિક જેવા દેખાતા હોવાના કારણે લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

Tags:    

Similar News