ભાવનગર સફાઈ કર્મચારીઓએ 25 પદ યાત્રા કરી કલેક્ટરને આવેદન પાઠવ્યું

વર્ષોની પડતર માંગોને લઈને સિહોરથી ભાવનગર સુધી નગરપાલિકાના કર્મચારીઓએ પદયાત્રા યોજી કલેકટરને રજુઆત કરી

Update: 2021-08-13 04:33 GMT

વર્ષોની પડતર માંગોને લઈને સિહોરથી ભાવનગર સુધી નગરપાલિકાના કર્મચારીઓએ પદયાત્રા યોજી કલેકટરને રજુઆત કરી

સિહોર નગરપાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓની વિવિધ માંગોને લઇને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના બેનર હેઠળ સિહોરથી ભાવનગર સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું . સિહોર નગરપાલિકાની કચેરીમાં ખાનગી કોન્ટ્રાક્ટ પધ્ધતિ કાયમી ધોરણે બંધ કરવા સહિતના અનેક પ્રશ્નો અંગે જવાબદાર અધિકારીઓ - તંત્રને નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ ન આવતા કર્મચારીઓ દ્વારા પોતાના પડતર પ્રજા અંગે સિહોરથી ભાવનગર સુધી પદયાત્રા યોજી હતી.

સવારના ૯:૩૦ કલાકે સિહોર આંબેડકર ચોક ખાતે બાબા સાહેબની પ્રતિમાને ફુલહાર કરી સાથે પદયાત્રા પ્રસ્થાન થયેલ . સાંજના સમયે ભાવનગર કલેકટર કચેરી ખાતે પહોંચી હતી . સિહોરથી ભાવનગર સુધી નિકળેલ આ ર ૪ કી.મીની પદયાત્રામાં મોટી સંખ્યામાં કામદારો જોડાયા હતા અને સુર્કોચ્ચાર પોકાર્યા હતા . પદયાત્રાને લઇને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો . સિહોરથી ભાવનગર સુધી નિકળેલ પદાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવેલ . આ પદયાત્રા ભાવનગર કલેકટર કચેરીએ આવી પહોંચતા કોંગ્રેસના આગેવાઓને સ્વાગત કરી સમર્થન આપ્યું હતું . ત્યારબાદ આ પદયાત્રમાં જોડાયેલ આગેવાનો અને નગરપાલિકાના કર્મચારીઓએ વર્ષો જુના પડતર પ્રશ્નો અને નગરપાલિકામાં કોન્ટ્રાકટ પ્રથા બંધ કરી કાયમી કરવાની માંગ સાથે કલેકટરને રજુઆત કરી હતી .

Tags:    

Similar News