ભાવનગર : સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી અંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ખેડૂતોને આપ્યું માર્ગદર્શન...

તળાજા તાલુકાના ટીમાણા ગામે પ્રાકૃતિક ખેતી કરતા ટીમાણા ગામ અને તેની આસપાસના પ્રગતિશીલ ખેડૂતોને સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી અને તેનાં ફાયદા વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.

Update: 2022-01-08 06:27 GMT

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટીમાણા ગામે પ્રાકૃતિક ખેતી કરતા ટીમાણા ગામ અને તેની આસપાસના પ્રગતિશીલ ખેડૂતોને સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી અને તેનાં ફાયદા વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.

ખેડૂત સભાને સંબોધતાં કરતાં રાજ્યપાલએ જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતી જમીન માટે અમૃત સમાન છે. તે જમીનને ફળદ્રુપ બનાવવા સાથે ખેડૂતને પણ સમૃધ્ધ બનાવશે. પરમાત્મા આપણને જન્મ આપનાર જન્મદાતા છે, પરંતુ વાસ્તવમાં અન્ન પૂરું પાડીને આપણું જીવન ટકાવી રાખનાર સાચો અન્નદાતા ખેડૂત છે. ખેડૂતોના બાવડામાં બળ છે. તેઓ તેમનાં મહેનતના બળે સૃષ્ટિનું પાલન પોષણ કરે છે ત્યારે તેઓ જે વ્યવસાય પર નભે છે તે ખેતીને પણ ફળદ્રુપ બનાવી ખેડૂતો સમૃદ્ધ બને તે જરૂરી છે. આ અવસરે રાજ્યપાલએ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન પણ કર્યું હતું. આ ખેડૂત સભામાં તળાજાના ધારાસભ્ય કનુ બારૈયા, જિલ્લા કલેકટર યોગેશ નીરગૂડે, પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌર, એ.એસ.પી. સફિન હસન, પ્રાંત અધિકારી વિકાસકુમાર રાતડા, પ્રાકૃતિક કૃષિ જનઅભિયાન ગુજરાત પ્રદેશના સંયોજક મહાત્મા પ્રફુલ સેંજલીયા સહિતના મહાનુભાવો તથા જિલ્લાના કૃષિકારો ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News