ભાવનગર : બસમાં સવાર મુસાફરોને નશીલો પદાર્થ પીવડાવી રોકડ-દાગીનાની લૂંટ ચલાવનાર શખ્સ ઝડપાયો...

બસમાં મુસાફરી કરતાં મુસાફરોને નશીલો પદાર્થ પીવડાવી રોકડ રકમ તેમજ દાગીનાની લૂંટ ચલાવનાર શખ્સને ભાવનગર ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્ક્વોર્ડે ઝડપી પાડ્યો છે.

Update: 2023-05-20 07:47 GMT

બસમાં મુસાફરી કરતાં મુસાફરોને નશીલો પદાર્થ પીવડાવી રોકડ રકમ તેમજ દાગીનાની લૂંટ ચલાવનાર શખ્સને ભાવનગર ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્ક્વોર્ડે ઝડપી પાડ્યો છે. પોલીસે સોનાના દાગીના, રોકડ રકમ, મોબાઈલ સહિત બેભાન બનાવતા પાવડરના પડીકા મળી કુલ રૂ. 2.17 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ભાવનગર જીલ્લામાં બસમાં મુસાફરી કરતાં મુસાફરો સાથે પરિચય કેળવી વાકછટાથી મીઠી-મીઠી વાતો કરી પોતાની પાસે રહેલ પાવડર ઠંડા પીણામાં ભેળવી મુસાફર બેભાન થઇ જાય એટલે તેનાં ખિસ્સામાંથી રોકડ રકમ તથા શરીરે પહેરેલ સોનાના દાગીનાઓ ચોરી કરવાની ઘટનાઓ અનેક વાર સામે આવી છે. આ સાથે જ મહારાષ્ટ્ર, સુરત, વડોદરા, અમદાવાદ સહિતથી આવતા મુસાફરો પણ ઠગબાજોના શિકાર બન્યા હતા, ત્યારે ભાવનગર ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ ભાવનગર શહેર વિસ્તારમાં મિલ્કત સંબંધી ગુન્હાઓના શકદારોની તપાસમાં હતો. તે દરમ્યાન બાતમી મળી હતી કે, નારી ચોકડી અમદાવાદ-વડોદરા હાઇ-વે તરફ જતાં રસ્તે એક અજાણ્યો શખ્સ ઉભો છે, જેની પાસે સોનાના દાગીના છે, અને તે અમુક માણસોને દાગીના વેચવા પ્રયાસ કરે છે. જે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે સ્થળ પર વોચ ગોઠવી 50 વર્ષીય નિતીન ભટ્ટને દબોચી લીધો હતો. જેની પૂછપરછ કરતાં બસમાં મુસાફરી કરી રહેલા વ્યક્તિઓને કેફી પીણું પીવડાવી રોકડ રકમ તેમજ દાગીના સેરવી લેતો હોવાનું કબૂલાત આપી હતી, ત્યારે હાલ તો પોલીસે સોનાના દાગીના, રોકડ રકમ, મોબાઈલ સહિત બેભાન બનાવતા પાવડરના પડીકા મળી કુલ રૂ. 2.17 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Tags:    

Similar News