નશાબંધી અને આબકારી વિભાગની મોટી કાર્યવાહી, બોટાદ કેમિકલકાંડના 4 ડિરેક્ટર વિરુદ્ધ લુકઆઉટ નોટિસ

બોટાદ કેમિકલ કાંડ મામલે નશાબંધી અને આબકારી વિભાગની કાર્યવાહી કરી છે. અમદાવાદ સ્થિત AMOS કંપનીનું લાઇસન્સ રદ કરવામાં આવ્યું છે.

Update: 2022-08-02 07:25 GMT

બોટાદ કેમિકલ કાંડ મામલે નશાબંધી અને આબકારી વિભાગની કાર્યવાહી કરી છે. અમદાવાદ સ્થિત AMOS કંપનીનું લાઇસન્સ રદ કરવામાં આવ્યું છે. કંપનીનું મિથેનોલ કેમિકલ રાખવા માટેનું લાયસન્સપણ રદ કરવામાં આવ્યું છે. તો આ મામલે અમદાવાદની AMOS કંપનીને ફરી એકવાર સમન્સ પાઠવવામાં આવ્યું છે

રાજ્યના નશાબંધી અને આબકારી વિભાગની મોટી કાર્યવાહી સામે આવી છે મળતી માહિતી મુજબ નશાબંધી અને આબકારી વિભાગ AMOS કંપનીનું લાઇસન્સ રદ કરી નાખ્યું છે. જેમાં મિથેનોલ કેમિકલનું લાયસન્સ રદ કરાયું છે. નોંધનીય છે કે, લઠ્ઠાકાંડમાં AMOS કંપનીમાંથી કેમિકલ લેવાયું હોવાનો ખુલાસો થયા બાદ ફિનાર કંપનીમાંથી AMOS કંપનીમાં આવ્યું હોવાનું પણ ખૂલ્યું હતું. જેને લઈ હવે નશાબંધી અને આબકારી વિભાગ AMOS કંપનીનું લાઇસન્સ રદ કરી દીધું છે. તો બીજીબાજુ કોઈપણ ડિરેક્ટર સમન્સ પાઠવવા છતાં હાજર ના થતાં હવે ફરીવાર સમન્સ પાઠવ્યું છે, તો ચાર ડિરેકટર વિરુદ્ધ લુક આઉટ નોટિસ પણ જાહેર કરવામાં આવી છે.

Tags:    

Similar News