ડાંગ વધાઈમાં સલામતી સવારીની અડફેટે બાઇક સવારનું મોત, પોલીસે ગુનો નોંધ્યો

નિતેશ પવારની પત્ની અંજના પવારે વઘઇ પોલીસ મથકે અજાણ્યા બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો…

Update: 2023-05-04 16:42 GMT

ડાંગ જિલ્લાના ફુડકસ ગામે રહેતો એક યુવાન બાઈક લઈ એક યુવાન સાથે પસાર થઈ રહ્યો હતો. ત્યારે બસ ચાલકે અડફેટે લેતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ, ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના કુંડકસ ગામે રહેતો નિતેશ પવાર તેની હોન્ડા સાઈન બાઈક પર વઘઇ- આહવા માર્ગ પર વઘઇ ગામની હદમાં જંગલ નાકાથી આગળ જંગલ ખાતાની નર્સરી પાસેથી તેની પાછળ અમિત પવારને બેસાડી પસાર થઈ રહ્યો હતો. ત્યારે સામેથી આવતી વાંસદા-આહવા એસ. ટી. બસના ચાલકે બાઈકને અડફેટે લેતા બાઈક ચાલક નિતેશ પવારને માથાના ભાગે ગંભીર ઇજા થતાં તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે અમિત પવારને હાથ અને પગમાં ફ્રેકચર થયું હતું. આ બનાવ બનતા મારનાર નિતેશ પવારની પત્ની અંજના પવારે વઘઇ પોલીસ મથકે અજાણ્યા બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો…

Tags:    

Similar News