બોટાદ : પુર્વ મંત્રી સૌરભ પટેલે યોજેલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં હજારોની મેદની પણ માસ્ક જ નહિ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે દિવસ પહેલાં જ કહયું હતું કે માસ્ક પહેરજો પણ ભાજપના નેતાઓ તેમની વાત જ કયાં માનવા તૈયાર છે.

Update: 2021-12-27 10:53 GMT

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે દિવસ પહેલાં જ કહયું હતું કે માસ્ક પહેરજો પણ ભાજપના નેતાઓ તેમની વાત જ કયાં માનવા તૈયાર છે. બોટાદના ભાજપના ધારાસભ્ય સૌરભ પટેલે યોજેલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડયાં હતાં અને તેમાંથી મોટાભાગના લોકોએ માસ્ક જ પહેર્યું ન હતું.

ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીઓ પહેલા ભાજપ તરફથી અવનવા પ્રકારના આયોજનો કરવામાં આવી રહયાં છે. યુવાનોને આર્કષવા માટે ક્રિકેટ ટુર્નામેન્ટનો તખતો ઘડવામાં આવ્યો હતો. બોટાદના ભાજપના ધારાસભ્ય અને પુર્વ મંત્રી સૌરભ પટેલ તરફથી બોટાદમાં ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી. બોટાદની સરકારી હાઇસ્કુલના મેદાનમાં મેચ જોવા માટે હજારો લોકો ઉમટી પડયાં હતાં. આ ટુર્નામેન્ટમાં 126 ટીમોએ ભાગ લીધો હતો અને ફાઇનલ મેચમાં વોર્ડ નંબર -6ની ટીમ વિજેતા બની હતી. ફાઇનલ મેચ પુરી થતાંની સાથે હજારો લોકોએ મેદાનની વચ્ચે દોડ લગાવી હતી. મેચ જોવા આવેલાં મોટાભાગના લોકોએ માસ્ક જ પહેર્યા ન હતાં. દેશમાં એમિક્રોન વેરિયન્ટ અને કોરોનાના વધતા જતા કેસોએ આરોગ્ય વિભાગની ઊંઘ ઉડાડી દીધી છે. જ્યારે બીજી બાજુ ભાજપ સરકારના જ જવાબદાર નેતાઓ ભીડ એકઠી કરીને કોરોના ગાઇડલાઇન્સના ધજાગરા ઉડાવી રહ્યા છે. વડાપ્રધાન પણ લોકોને માસ્ક પહેરવાની અપીલ કરી રહયાં છે પણ તેમની પાર્ટીના નેતાઓ તેમનું પણ સાંભળતા નથી.

Tags:    

Similar News