કોવિડ-19 : રાજ્યમાં આજે 23 નવા પોઝિટિવ કેસ નોંધાયા

રાજ્યમાં આજે કોરોના વાયરસના નવા 23 કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 24 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે.

Update: 2021-08-06 16:33 GMT

ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં વધારો થયો છે. રાજ્યમાં આજે કોરોના વાયરસના નવા 23 કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 24 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ સુધરીને 98.75 ટકા થયો છે. કોરોનાને કારણે આજે એક દર્દીનું મોત થયું છે. રાજ્યનો રિક્વરી રેટ સુધરીને 98.75 ટકા થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના પ્રયાસોના લીધે 8,14,720 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

હાલમાં અત્યાર સુધી 204 કુલ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જે પૈકી 05 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 199 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 10077 લોકોનાં મોત થઇ ચુક્યા છે.

આજે અમદાવાદ કોર્પોરેશનમાં 4, આણંદ 4, સુરત કોર્પોરેશનમાં 4, વડોદરા કોર્પોરેશનમાં 3, અમરેલી 1, ભાવનગર 1, જૂનાગઢમાં 1, ખેડા 1, નવસારી 1, રાજકોટ કોર્પોરેશન 1, સુરત 1, વડોદરા 1 કેસ નોંધાયો હતો.

Tags:    

Similar News