દાહોદ: આમલી અગિયારસની ઉજવણી, ભીમ કુંડમાં અસ્થિઓનું વિસર્જન

જિલ્લાના આદિવાસી સમાજ દ્વારા સામૂહિક રીતે રામડુંગરા ખાતે ડુંગરોની વચ્ચે આવેલા પૌરાણીક ભીમ કુંડમાં અસ્થિવિસર્જન કરાઈ

Update: 2022-03-15 06:11 GMT

દાહોદ જિલ્લાના આદિવાસી સમાજ દ્વારા સામૂહિક રીતે રામડુંગરા ખાતે ડુંગરોની વચ્ચે આવેલા પૌરાણીક ભીમ કુંડમાં અસ્થિવિસર્જન કરાઈ

આદિવાસી સમાજમાં કોઈ વ્યક્તિ મરણ પામે તો તેના આત્માને મોક્ષ મળે તે માટે બારમાની વિધિ કરવામાં આવતી હોય છે.દાહોદ જિલ્લાના દાહોદ ,ગરબાડા,ધાનપુર,તાલુકા તથા મધ્ય પ્રદેશ માં રહેતા આદિવાસી સમાજમાં મૃત્યુ પામેલા સ્નેહીજનના અસ્થી આખું વર્ષ ઘર નજીક જમીનમાં દાટી રાખવામાં આવે છે અને આમલી અગિયારસના દિવસે તેનું વિસર્જન કરવાની પરંપરા છે. વરમખેડાના રામડુંગરા ખાતે ડુંગરો ની વચ્ચે આવેલ પૌરાણિક ભીમ કુંડમાં સામૂહિક રીતે મરણ પામેલ સ્નેહીજન ની અસ્થી વિસર્જન કરી મોક્ષ પ્રાપ્તિ કરાવે છે.

આમલી અગિયારસના એક દિવસ પૂર્વે અસ્થી બહાર કાઢી બેસણા જેવા કાર્યક્રમ નું આયોજન કરવામાં આવે છે. દિવંગત ના ફોટા આગળ પાત્ર દૂધ ભરી હળદર નાખી પછી અસ્થી તેમાં મૂકી દેવાય છે.પરિવાર ઉપરાંત સબંધી અને ગામલોકો વારા ફરતી આવીને અસ્થિઓ દૂધમાં ધોવે છે.કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તેને ઝાડ પર લટકાવી દેવાય છે.તેની રખવાળી માટે પરિવારના સભ્યો આખી રાત જાગ્રત અવસ્થામાં ઊંઘે છે. કેટલીક જગ્યાએ તેની સાચવણી ના રુપે ભજન ના કાર્યક્રમ પણ રાખવામાં આવે છે. આમલી અગિયારસની વહેલી પરોઢે ભીમ કુંડ પર આવી ને અસ્થીનું વિસર્જન કરવામાં આવે છે.તેમાં કેટલાક ગામના લોકો તમામના અસ્થી ઢોલ સાથે વાજતે ગાજતે એકસાથે લઈને આવે છે.પરોઢે પર્વતની કેડી પર લોકો કતાર બંધ ચાલી ને ભીમ કુંડ સુધી પહોંચીને સંખ્યાબંધ લોકો વર્ષ દરમિયાન મૃત્યુ પામેલા સ્નેહીજનોના આસ્થાભેર ભીમ કુંડમાં વિસર્જન કરતાં હોય છે.

Tags:    

Similar News