ડાંગ : પાણી પુરવઠા મંત્રીના હસ્તે ભિસ્યા ગામે સુજલામ સુફલામ જળ સંચય અભિયાનનો પ્રારંભ...

પ્રાકૃતિક ખેતીની સફળતા માટે સૌને સહિયારા પ્રયાસોની હિમાયત કરી હતી

Update: 2022-03-19 08:54 GMT

ડાંગ, વાંસદા, ધરમપુર, કપરાડા સહિતના આદિવાસી વિસ્તારમાં મોટા ડેમોના નિર્માણ અને સ્થળાંતરના મુદ્દે પ્રવર્તતી અફવાઓથી, પ્રજાજનોને ગેરમાર્ગે નહીં દોરાવાની રાજ્યના કલ્પસર અને મત્સ્યોદ્યોગ (સ્વતંત્ર હવાલો) નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા રાજ્ય મંત્રી જીતુ ચૌધરીએ પુનઃ અપીલ કરી હતી. સિંચાઇ તથા પીવાના પાણીની મુશ્કેલી વેઠી રહેલા આદિવાસી વિસ્તારોમા 10થી 15 મીટરોના મોટા ચેકડેમો બનાવીને, આ વિસ્તારની પાણીની જરૂરિયાત પૂરી કરવા માટે રાજ્ય સરકાર પ્રયાસરત છે..

તેમ જણાવતા મંત્રીએ, પ્રાકૃતિક ખેતીની સફળતા માટે સૌને સહિયારા પ્રયાસોની હિમાયત કરી હતી. જીતુ ચૌધરીએ પ્રાકૃતિક ખેત ઉત્પાદનોની વધતી માંગ અને મૂલ્યનો લાભ ઉઠાવી, જંગલની વનસ્પતિ, કંદમૂળ, ફળફૂલનુ માહાત્મ્ય સમજીને તેનો ઉપયોગ વધારવા સાથે સ્વસ્થ સમાજ નિર્માણની દિશામા સૌને આગળ વધવા અપીલ કરી હતી. રાજ્યમાં પડતા ધોધમાર વરસાદના વહી જતા નીરને નાથી, ફરીથી જે તે વિસ્તારની જમીનમાં જ રોકીને, જમીનને જળધર બનાવવા સાથે, હયાત પાણીના સ્ત્રોતોની સાફ સફાઈ, ડિસિલ્ટિંગ, તથા નવા જળસંગ્રહ માટેના સ્ટ્રકચરો બનાવી, જળ મંદિરોની જાળવણી સાથે, પ્રજાજનોમાં વ્યાપક પણે જળસંચય બાબતે જાગૃતિ કેળવાય, તેવા બહુવિધ આશય સાથે રાજ્ય સરકારે ફરી એકવાર 'સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૨' હાથ ધર્યું છે, તેમ મંત્રી જીતુ ચૌધરીએ જણાવ્યુ હતું.

Tags:    

Similar News