કોંગ્રેસ હાઈકમાન્ડ જાહેર કરે તે પહેલા જ અમરેલી લોકસભા બેઠક પર કોંગી ઉમેદવાર તરીકે જેની ઠુમ્મરને કાર્યકરોનું સમર્થન...

અમરેલી લોકસભા બેઠક પર કોંગી આગેવાનો અને કાર્યકરોએ ઉમેદવાર તરીકે જેની ઠુમ્મરને સમર્થન આપ્યું હતું,

Update: 2024-03-21 11:26 GMT

અમરેલી લોકસભા બેઠક પર કોંગી આગેવાનો અને કાર્યકરોએ ઉમેદવાર તરીકે જેની ઠુમ્મરને સમર્થન આપ્યું હતું, ત્યારે સાવરકુંડલા ખાતે જેની ઠુમ્મરના સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો. જે બાદ તેઓએ ખેડૂતોના પડતર પ્રશ્ને તંત્રને આવેદન આપી રજૂઆત કરી હતી.

કૉંગ્રેસ હાઈ કમાંન્ડ જાહેર કરે તે પહેલા જ અમરેલી લોકસભા બેઠકના કોંગી ઉમેદવાર તરીકે જેની ઠુમ્મર આગેવાનો અને કાર્યકરોએ જાહેર કર્યા હતા, ત્યારે સાવરકુંડલા ખાતે જેની ઠુમ્મરના સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો. જોકે, કૉંગ્રેસ હાઈ કમાન્ડ દ્વારા જાહેર ન થયેલા ઉમેદવાર જેની ઠુમ્મરની સત્તાવાર જાહેરાત ટુંક સમયમાં જ થશે તેવું જેની ઠુમ્મરે નિવેદન આપ્યું હતું. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ કાર્યકર્તાઓએ જેની ઠુમ્મરને પેંડા ખવડાવી મોઢું મીઠું કાર્યાવ્યું હતું. જે બાદ આપ અને કોંગી કાર્યકર્તાઓ સાથે જેની ઠુમ્મર દ્વારા ચૂંટણીલક્ષી બેઠક યોજાય હતી. બેઠક બાદ ખેડૂતોના પડતર પ્રશ્ને કોંગ્રેસ અને આપ કાર્યકર્તાઓ સાથે જેની ઠુમ્મર સાવરકુંડલા પ્રાંત કલેકટર કચેરીએ પહોચ્યા હતા, જ્યાં સાવરકુંડલાના ઓળીયા બાયપાસનો પ્રશ્ન અને ઝિંઝુડા ગામે ખેડૂતોની પડતી મુશ્કેલી અંગે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

Tags:    

Similar News