ખેડૂતો માટે લોન્ચ થઈ ફેસ ઓથેન્ટિકેશનની સુવિધા, હવે વગર ફિંગર પ્રિન્ટ કે OTP વગર જ પૂર્ણ થઇ e-KYC, ઘરે જ ખુલી જશે બેંક એકાઉન્ટ

"PM- કિસાન મોબાઈલ એપ દ્વારા દૂરના ખેડૂતો વગર ઓટીપીએ કે ફિંગરપ્રિંટે પોતાનો ચહેરો સ્કેન કરીને e-KYC પુરૂ કરી શકશે.

Update: 2023-06-23 06:02 GMT

કેન્દ્ર સરકાર દ્વારા ખોડૂતોની મદદ માટે ચલાવવામાં આવતી PM કિસાન યોજના હેઠળ રજીસ્ટ્રેશન કરાયેલા ખેડૂતોને હવે e-KYC માટે 'વન-ટાઈમ પાસવર્ડ' કે 'ફિંગરપ્રિંટ'ની જરૂર નહીં પડે. ખેડૂત ફેસ ઓથેન્ટિકેશન એટલે કે ચહેરો સ્કેન કરીને આ કામ પુરૂ કરી શકે છે. કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ગુરૂવારે PM કિસાનની મોબાઈલ એપ પર ફેસ ઓથેન્ટિકેશનની આ સુવિધાને લોન્ચ કરી છે. આ અવસર પર તેમણે કહ્યું કે ટેક્નોલોજીના ઉપયોગથી PM કિસાન યોજનાનું કામ ખૂબ જ સરળતાથી થઈ જશે.

એક સરકારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે, "PM- કિસાન મોબાઈલ એપ દ્વારા દૂરના ખેડૂતો વગર ઓટીપીએ કે ફિંગરપ્રિંટે પોતાનો ચહેરો સ્કેન કરીને e-KYC પુરૂ કરી શકશે." ખબર અનુસાર કોઈ પણ સરકારી યોજનામાં પહેલી વખત ફેસ ઓથેન્ટિકેશનની સુવિધા શરૂ કરવામાં આવી છે. તેને 'ગુગલ પ્લે સ્ટોર'થી સરળતાથી ડાઉનલોડ કરી શકાશે. નવી મોબાઈલ એપનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ છે. એપ ખેડૂતોને યોજના અને પીએમ-કિસાન ખાતાથી સંબંધિત મહત્વપૂર્ણ જાણકારી પણ પ્રદાન કરશે. ખેડૂત 'નો યુઝર સ્ટેટસ મોડ્યુલ'નો ઉપયોગ કરીને જમીન માપણીની સ્થિતિ, આધારને બેંક ખાતા સાથે જોડવા અને e-KYCની સ્થિતિ પણ જાણી શકશે. 

Tags:    

Similar News