ખાતરની સબસીડીમાં વધારો, ડીએપી ખાતરની સબસિડીમાં રૂપિયા 850નો વધારો કરાયો

રાજ્યમાં દર વર્ષે 5 લાખ મેટ્રિક ટન ખાતર વાપરતા ખેડૂતોને સબસિડીમાં વધારો કરવામાં આવતાં ફાયદો થશે.

Update: 2022-04-29 07:20 GMT

રાજય સરકાર દ્વારા ખાતરની સબસીડીમાં અચાનક વધારો કરવો પડે તેવી સ્થિતિ સર્જાતા ડીએપી ખાતરની સબસીડીમાં બેગ દીઠ રૂ. 850 નો વધારો કરવામાં આવ્યો છે. આ વધારે ખેડૂતોને ફાયદો થશે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું હતું કે,આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ખાતર બનાવવા માટેના કાચા માલ માં વધારો થતા ખાતર ઉત્પાદક કંપનીઓ ને નુકસાન થાય તેમ હતું. આથી ખેડૂતોને ઊંચા ભાવે ખાતર મળે નહીં તેટલા માટે સબસીડી માં રૂ. 850 નો વધારો કરવામાં આવતા સબસીડી વધારીને રૂ. 2501 કરાઇ છે.ડીએપી ખાતર ના કાચા માલની ખરીદી મોંઘી થતા ખાતર બનાવતી કંપનીને ખાતર ની કિંમતમાં વધારો કરવો પડે તેવી સ્થિતિ છે.

જો ભાવ વધારો કરે તો ખેડૂતોને ખાતર મોંઘું પડે. આવી સ્થિતિમાં રાજ્ય સરકારે ખેડૂતોને ખાતર મોંઘુ પડે નહીં તે પધ્ધતિ અપનાવવા સબસિડીમાં વધારો કર્યો છે. અત્યારે ડી.એ.પી.ખાતર માં રૂ. 1650 સબસીડી હતી, તેમાં રૂ. 850 નો વધારો કરીને રૂ. 2501 પ્રતિ બેગ કરવામાં આવી છે. પરિણામે રાજ્યમાં દર વર્ષે 5 લાખ મેટ્રિક ટન ખાતર વાપરતા ખેડૂતોને સબસિડીમાં વધારો કરવામાં આવતાં ફાયદો થશે.

Tags:    

Similar News