ગુજરાતમાં પહેલી વાર દુષ્કર્મ કરનારને 1 મહિનાની અંદર આજીવન કેદની સજા ફટકારાઇ

12 ઓક્ટોબરે બાળકી પર દુષ્કર્મ, પોલીસે 10 દિવસમાં ચાર્જશીટ બનાવી ને કોર્ટનો 5 દિવસમાં ફેંસલો પીડિતાના પરિવારને ન્યાય અપાવવામાં માટે સુરત કોર્ટમાં રાત્રે 12 વાગ્યા સુધી હિયરિંગ થયું

Update: 2021-11-11 16:58 GMT

12 ઓક્ટોબરે બાળકી પર દુષ્કર્મ, પોલીસે 10 દિવસમાં ચાર્જશીટ બનાવી ને કોર્ટનો 5 દિવસમાં ફેંસલો પીડિતાના પરિવારને ન્યાય અપાવવામાં માટે સુરત કોર્ટમાં રાત્રે 12 વાગ્યા સુધી હિયરિંગ થયું ભોગ બનનાર બાળકી અને તેના પરિવારને સૌથી વધુ 15 લાખ રૂપિયાનું વળતર ચુકવવા કોર્ટનો આદેશ

સુરતની પોક્સો કોર્ટે ગુજરાતમાં રેપની ઘટનામાં સૌથી ઝડપી ચુકાદો આપતા 4 વર્ષની બાળકીના રેપિસ્ટને બનાવના 29 દિવસમાં જ આજીવનકેદની સજા ફટકારી કોર્ટે માત્ર પાંચ જ દિવસમાં ટ્રાયલ પૂર્ણ કરીને બુધવારે રાત્રે 12 વાગ્યા સુધી કાર્યવાહી ચલાવી આરોપીને આકરી સજા ફટકારી છે. ગત 12-10-2021ના રોજ સચિન જીઆઇડીસીમાં ઝાડી ઝાંખરામાંથી દુષ્કર્મ થયેલી હાલતમાં બાળકી મળી આવી હતી. ત્યારબાદ ન્યાયિક પ્રક્રિયા સાથે સંકળાયેલા તમામ વિભાગોએ જબરદસ્ત સંકલન સાધીને આરોપી હનુમાન નિસાદને આજીવન કેદની સજાની સાથે સાથે દંડ ફટકાર્યો છે.ભોગ બનનાર બાળકી અને તેના પરિવારને સૌથી વધુ 15 લાખ રૂપિયાનું વળતર ચુકવવા કોર્ટે આદેશ કર્યો છે.

Tags:    

Similar News