પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી એક્શનમાં પોતાના પર થયેલા 500 કરોડના આક્ષેપ મામલે કોંગ્રેસને મોકલી નોટિસ

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પર જે 500 કરોડના કૌભાંડનો આક્ષેપ લાગ્યો છે. તેને લઈને હવે તેમણે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી છે.

Update: 2022-02-28 08:45 GMT

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પર જે 500 કરોડના કૌભાંડનો આક્ષેપ લાગ્યો છે. તેને લઈને હવે તેમણે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી છે. જેમા તેમણે વકીલો મારફતે હવે કોંગ્રેસને નોટિસ મોકલાવી છે. નોટીસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જો 15 દિવસમાં માફી માગવામાં નહી આવે તો વિજય રૂપાણી બદનક્ષીનો દાવો કરશે. સુખરામ રાઠવાએ આણંદની જમીન મુદ્દે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પર આક્ષેપો લગાવ્યા હતા. જે આરોપોને તેમના દ્વારા ફગાવામાં આવ્યા છે.

વિજય રૂપાણીએ આ સમગ્ર મામલે એવું કહ્યું હતું કે જ્યારે 500 કરોડની જમીન છે જ નહી તો પછી કૌભાંડ કેવી રીતે થાય. સમગ્ર મામલે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીએ દ્વારા એવા આક્ષેપ લગાવામાં આવ્યા છે કે કોંગ્રેસ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે આ રીતે ખોટા આરોપો લગાવી રહી છે. જેથી તેમણે આ સમગ્ર મામલે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરીને કોંગ્રેસને નોટીસ મોકલવાની છે. સાથેજ જો 15 દિવસમાં માફી માગવામાં નહી આવે તો બદનક્ષીનો દાવો ઠોકવાની વાત પણ તેમણે કરી છે.

Tags:    

Similar News