ગાંધીનગર : ડિફેન્સ એક્સપો-2022 થકી આત્મનિર્ભર ભારતને ચરિતાર્થ કરતી સ્વદેશી કંપનીઓ..!

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ડિફેન્સ એક્સપો ચાલી રહ્યો છે. જેમાં વિશ્વભરમાંથી ડિફેન્સ ક્ષેત્રે સંકળાયેલી વિવિધ કંપનીઓ ભાગ લઈ રહી છે.

Update: 2022-10-20 08:39 GMT

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ડિફેન્સ એક્સપો ચાલી રહ્યો છે. જેમાં વિશ્વભરમાંથી ડિફેન્સ ક્ષેત્રે સંકળાયેલી વિવિધ કંપનીઓ ભાગ લઈ રહી છે, ત્યારે ડિફેન્સ એક્સપોમાં ઈન્ડિયા પેવેલિયન અને ગુજરાત પેવેલિયન વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

આત્મનિર્ભર ભારત અને મેક ઈન ઈન્ડિયા અભિયાનથી પ્રેરિત થઈને નવા સ્ટાર્ટઅપ શરૂ કરેલી કંપનીઓ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. ગાંધીનગરમાં ડિફેન્સ એક્સપોમાં વિશ્વભરમાંથી ડિફેન્સ ક્ષેત્રે સંકળાયેલી વિવિધ કંપનીઓ ભાગ લઈ રહી છે. આ એક્ઝીબિશન ડોમ નં. 7મા સ્ટોલ ધરાવતી ગોવાની હ્યુઝીસપ્રિસિસન મેન્યુફેક્ચરિંગ આવી જ એક કંપની છે, જે દેશમાં તમામ પ્રકારની વેપન બુલેટ બનાવતી ભારતીય કંપની છે. ગોવાની આ કંપની પોતાની બુલેટની પ્રોડક્ટ પૈકી 90% બુલેટ અન્ય દેશોમાં નિકાસ કરે છે. આ એક ભારતનું MSME સ્ટાર્ટઅપ છે. વર્ષ 2016માં શરૂ થયેલી આ કંપની અત્યારે પિસ્ટલ, રાઈફલ, એન્ટી એરક્રાફ્ટ, મશીન ગન તેમજ સ્નાઈપર વેપન સહિતના અલગ અલગ હથિયારો માટે 8 પ્રકારની બુલેટ તૈયાર કરે છે. ભારતની આત્મનિર્ભર બુલેટ મેન્યુફેક્ચરર અને એક્સપોર્ટ કંપની છે.

હ્યુજીસ પ્રિસિશન નામની આ ભારતીય કંપની ગોવામાં કાર્યરત એકમાત્ર ડિફેન્સ ફેક્ટરી છે. જે ભારત ઉપરાંત યુકે, યુએસ, આફ્રિકા, નેપાળ સહિત મિડલ ઈસ્ટના દેશો મળી કુલ 12 દેશોમાં વેપન બુલેટ્સની નિકાસ કરે છે. પોતાના સ્ટાર્ટઅપ અંગે કંપનીના ડિરેક્ટર સંજય સોની જણાવે છે કે, વર્ષ 2016માં શરૂ કરવામાં આવેલ મારૂ સ્ટાર્ટ-અપ અત્યારે આંતરરાષ્ટ્રીય બજાર સુધી પહોંચ્યું છે. તેની પાછળ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલ મેક ઈન ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારત જેવા દુરંદેશી મિશન ઉદ્દીપક બન્યા છે. એટલું જ નહીં, વડાપ્રધાને ડિફેન્સ મેન્યુફેક્ચરિંગની આયાત પર લગાવેલી બ્રેક પરિણામે પણ ભારતીય કંપનીઓની ડિમાન્ડ ખૂબ વધી છે. અમેરિકાની વિવિધ ખાનગી કંપનીઓ આયાત કરેલી બુલેટ તબક્કાવાર અલગ અલગ 12 દેશોએ અપનાવી છે.

Tags:    

Similar News