ગાંધીનગર : 8 મહાનગરોમાં રાત્રિ કરફયુ યથાવત પણ સમયમાં કરાયો ઘટાડો

રાજય સરકારે રાજયના આઠ મહાનગરોમાં કરફયુ યથાવત રાખ્યો છે પણ સમય ઘટાડીને રાત્રિના 1 વાગ્યાથી 5 વાગ્યા સુધીનો કરી દેવાયો

Update: 2021-11-30 13:51 GMT

દિવાળીના તહેવારો બાદ કોરોનાનું સંક્રમણ વધવાની શકયતાઓ ઓછી થઇ જતાં રાજય સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. રાજયના આઠ મહાનગરોમાં રાત્રિ કરફયુ યથાવત રાખવામાં આવ્યો છે પણ સમયમાં ઘટાડો કરી દેવાયો છે.

રાજયમાં કોરોનાની પહેલી અને બીજી લહેર દરમિયાન આઠ મહાનગરો સહિત આખા રાજયમાં નાઇટ કરફયુ અમલમાં મુકાયો હતો. કોરોનાનો કહેર ઓછો થતાં આઠ મહાનગરો સિવાય તમામ સ્થળોએથી કરફયુ હટાવી લેવાયો છે. દીવાળીના તહેવારો બાદ કોરોના વધુ વકરે તેવી સંભાવનાઓ જોવામાં આવી રહી હતી પણ વેકસીનેશન બાદ કોરોના કાબુમાં આવ્યો હોય તેમ લાગી રહયું છે. રાજય સરકારે રાજયના આઠ મહાનગરોમાં કરફયુ યથાવત રાખ્યો છે પણ સમય ઘટાડીને રાત્રિના 1 વાગ્યાથી મળસ્કે 5 વાગ્યા સુધીનો કરી દેવાયો છે. હવે ફક્ત 4 કલાક પૂરતું જ રાત્રિ કર્ફ્યૂ રાખવામાં આવ્યું છે. રાજય સરકારે બહાર પાડેલા જાહેરનામામાં મહા નગરોમાં રાત્રિના 12 વાગ્યા સુધી હોટલો અને રેસ્ટોરન્ટ ચાલુ રાખવાની છુટછાટ આપવામાં આવી છે.

શું કહે છે સરકારનું નવું જાહેરનામુ :

8 મનપામાં રાત્રિ કર્ફ્યુ રહેશે યથાવત

રાત્રીના કર્ફ્યુમાં કરવામાં આવ્યો ઘટાડો

રાત્રીના 1 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યું

8 મહાનગરોમાં 12 વાગ્યા સુધી રેસ્ટોરન્ટ ખુલ્લી રહેશે

લગ્નમાં ખુલ્લા અથવા બંધ સ્થળે 400 લોકોને છૂટ

લગ્ન માટે ડિજીટલ ગુ.પોર્ટલ પર નોંધણીની જોગવાઇ યથાવત

Tags:    

Similar News