નુપુર શર્માના વિવાદ બાદ હેકર્સ દ્વારા સાયબર વોરની ઘોષણા, અમદાવાદ સાઇબર ક્રાઇમ બની દીવાલ

અમદાવાદ સાયબર ક્રાઇમે ઇન્ડોનેશીયન 100 અને મલેશીયન 70 વેબસાઇટની ટેકનિકલ ખામીઓ અને બગ્સ એથીકલ હેકીંગ દ્વારા શોધી કાઢી હતી.

Update: 2022-07-09 09:27 GMT

અમદાવાદ સાયબર ક્રાઇમે ઇન્ડોનેશીયન 100 અને મલેશીયન 70 વેબસાઇટની ટેકનિકલ ખામીઓ અને બગ્સ એથીકલ હેકીંગ દ્વારા શોધી કાઢી હતી. કેન્દ્ર સરકારની મદદથી બંને સરકારને જાણ કરવામાં આવી છે. નૂપુર શર્માના વિવાદિત નિવેદન બાદ હેકર્સના નિશાને ભારતીય વેબસાઈટ હતી.

ભાજપના પૂર્વ પ્રવકતા નુપુર શર્માના વિવાદ બાદ મલેશિયા અને ઇન્ડોનેશિયા હેકર દ્વારા વિશ્વના મોટા ભાગના મુસ્લિમ હેકરને ભારત વિરુદ્ધ ઉશ્કેરી એક સાયબર વોરની ઘોષણા કરી હતી. જેના લીધે 2 હજાર થી વધુ ભારતીય વેબસાઇટ્સ અને નેટવર્ક હેક કરવામાં આવ્યા હતા. તો બીજી તરફ અમદાવાદ સાઇબર ક્રાઇમે ઇન્ટર્ન અને એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓના માર્ગદર્શન હેઠળ આવી ઇન્ડોનેશિયન 100 અને મલેશીયન 70 વેબસાઇટની ટેકનિકલ ખામીઓ અથવા બગ્સ એથીકલ હેકિંગ દ્વારા શોધી કાઢી હતી.આ ઉપરાંત ભારત સરકારની 80 જેટલી સરકારી વેબસાઇટને પણ સુરક્ષિત કરવા માટે જરૂરી સુચનો NCIIPTને રિપોર્ટ કર્યો હતો.ક્રાઇમ ના ડીસીપી અમિત વસાવા એ જણાવ્યું હતું કે નુપુર શર્મા વિવાદ બાદ હેકરોએ સાઇબર યુધ્ધ શરુ કર્યું હતું. મલેશિયાના ડ્રેગન ફોર્સ અને ઇન્ડોનેશિયાના ગરુડાના હેકટીવિસ્ટ, વિશ્વભરના મુસ્લિમ હૈકરોને ભારત અને ભારતીય લોકો સામે સાયબર-યુદ્ધ શરૂ કરવા માટે હાકલ કરી હતી.પણ અમદાવાદ સાઇબર ક્રાઇમ ની સરાહનીય કામગીરી થી દેશની અનેક વેબસાઇટ સુરક્ષિત કરવામાં આવી છે

Tags:    

Similar News