ખેડૂતોને વળતર ચૂકવવા બાબતે હાઇકોર્ટે લગાવી સરકારને ફટકાર...

ખેડૂતોના પાકમાં જે પણ નુકશાન થતું હોય છે. તે માટે સરકાર દ્વારા તેમને સહાય પેટે વળતર ચૂકવવામાં આવે છે.

Update: 2022-02-07 10:50 GMT

ખેડૂતોના પાકમાં જે પણ નુકશાન થતું હોય છે. તે માટે સરકાર દ્વારા તેમને સહાય પેટે વળતર ચૂકવવામાં આવે છે. પરંતું તેમ છતા તેમના સુધી વળતરની રકમ નથી પહોચતી, જેથી આ મામલે આજે ગુજરાત હાઈકોર્ટે લાલ આંખ કરી હતી. જેમાં જે પણ સરકારી અધિકારીઓ કામ નથી કરી રહ્યા તેમની ઝાટકણી કાઢવામાં આવી હતી.

AC કારમાં ફરકતા સરકારી અધિકારીઓની કોર્ટે ઝાટકણી કાઢતા કહ્યું કે, સરકારી બાબુઓના પગાર વધારા પર રોક લગાવામાં આવે તો તેમને ખ્યાલ આવી જશે. સાથે જ હાઈકોર્ટ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું કે, જ્યારે અધિકારીઓનો પગાર વધારા પર રોક લગાવામાં આવશે, ત્યારે તેઓ દોડતા થઈ જશે. છેલ્લા 3 વર્ષથી ખેડૂતોને વળતર ચૂકવવામાં નથી આવ્યું, જેથી આ મામલો હાઈકોર્ટ પહોચ્યો હતો. જેથી કોર્ટ દ્વારા સરકારી બાબુઓનો બરોબરનો ઉધળો લેવામાં આવ્યો. કારણકે કોર્ટ દ્વારાજ 3 વર્ષ પહેલા ખેડૂતોને વળતર ચૂકવવા માટે આદેશ આપવામાં આવ્યો હતો. પરંતુ કોર્ટના આદેશનો પણ તિરસ્કાર થઈ રહ્યો હતો. જેથી આ મામલો કોર્ટમાં પહોચ્યો હતો. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 3 વર્ષથી ખેડૂતો તેમના હકના રૂપિયા નથી મેળવી શક્યા. જેમાં સરકારી અધિકારીઓની બેદરકારીને કારણે તેમને રૂપિયા ન મળ્યા જેથી હાઈકોર્ટ દ્વારા આજે લાંલ આખ કરવામાં આવી હતી.

Tags:    

Similar News