ભાવનગર જિલ્લામાં 6,449 સગર્ભા માતાને એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસૂતિ કરાવી માતાની ગરજ સારતી 108ની ઇમરજન્સી સેવા

સમગ્ર વિશ્વમાં માતાના બાળક માટેના નિઃસ્વાર્થને ઉજાગર કરવાં માટે વિશ્વભરમાં વિશ્વ માતૃત્વ દિવસ માર્ચ કે, મે મહિનામાં ઉજવવામાં આવે છે.

Update: 2022-05-09 04:25 GMT

સમગ્ર વિશ્વમાં માતાના બાળક માટેના નિઃસ્વાર્થને ઉજાગર કરવાં માટે વિશ્વભરમાં વિશ્વ માતૃત્વ દિવસ માર્ચ કે, મે મહિનામાં ઉજવવામાં આવે છે. ભારતમાં તે મે મહિનાના બીજા રવિવારના દિવસે મનાવવામા આવે છે. સને-૧૯૦૮માં અમેરિકાના અન્ના જાર્વિસ દ્વારા તેમની માતા એન્ન રીસે જાર્વિસ જે એક શાંતિ કાર્યકર હતા. તેમની યાદમાં સૌપ્રથમ વિશ્વ માતૃત્વ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારથી રીસે જાર્વિસનું સમાધિ સ્થળ કે જે અમેરિકાના વેસ્ટ વર્જિનીયામાં આવેલું છે તે આંતરરાષ્ટ્રીય માતૃત્વ દિવસનું સ્થાનક બની રહ્યું છે.

Delete Edit

ભારતમાં પણ માતૃત્વનો અનેરો મહિમા છે એટલે જ ''એક માતા સો શિક્ષકની ગરજ સારે છે''. ગુજરાતી કવિ બોટાદકરે માતાના આ પ્રેમને છાજે તેમ લખ્યું છે કે,''જનની તો જોડ સખી નહીં જડે રે લોલ...'' આમ, ભારતમાં પણ માતૃત્વનો મહિમા અનોખો છે. માતાના વ્હાલ અને પ્રેમની તોલે કોઇ ન આવી શકે તેવી માતાની યાદનો દિવસ એટલે વિશ્વ માતૃત્વ દિવસ... અને આ દિવસની અનેક જગ્યાએ વિવિધ રીતે ઉજવણી કરવામાં આવે છે, ત્યારે ભાવનગર વહીવટી તંત્ર દ્વારા ચાલતી ૧૦૮ની ઇમરજન્સીની સેવા ખરાં અર્થમાં માતાની ગરજ સારે છે.

જિલ્લાની ૧૦૮ની સેવા દ્વારા અનેકવાર સગર્ભા માતાની સેવા કરી રહી છે અને સગર્ભા માતા મૃત્ય દર ઘટાડવામાં મહત્વપૂર્ણ સાબિત થઇ છે. સગર્ભા માતાને ૧૦૮ની સેવા થકી જિલ્લાના અંતરીયાળ અને છેવાડાની સગર્ભા માતાના ઘરના ઉમરા સુધી પહોંચીને યોગ્ય હોસ્પિટલ લઈ જતાં ભાવનગર જિલ્લામાં ૬,૪૪૯ સગર્ભા માતાને એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસૂતિ કરાવવામાં આવી છે. પ્રસૂતિ દરમિયાનના કિસ્સામાં બે લાખ (૨,૧૪,૦૯૭) થી વધારે સગર્ભા માતાને સેવા પૂરી પાડવામાં આવી છે. આ રીતે ખરા અર્થમાં ૧૦૮ની ઇમરજન્સી એમ્બુલન્સ સેવા એ એક માતા જે રીતે પોતાના બાળકની સંભાળ રાખે તે રીતે કાળજી રાખીને એક માતાની ભૂમિકા ભજવી છે.

Tags:    

Similar News