રાજ્યના 4 હજાર ટેક્સપેયરને આઈટીની નોટિસથી ખળભળાટ

કલમ 80GGC અને 80GGB હેઠળ વ્યક્તિ અને કંપનીઓ દ્વારા રાજકીય પક્ષને દાનમાં આપેલી રકમના 100% પર કપાત નો દાવો કરી શકે છે.

Update: 2022-07-09 11:09 GMT

કલમ 80GGC અને 80GGB હેઠળ વ્યક્તિ અને કંપનીઓ દ્વારા રાજકીય પક્ષને દાનમાં આપેલી રકમના 100% પર કપાત નો દાવો કરી શકે છે. આ કલમનો ફાયદો ઉઠાવીને ઘણી કંપનીઓ અને વ્યક્તિઓ ઇન્કમ ટેક્સ ભરવામાંથી છટકબારી શોધતી હોય છે. જેની સામે ગુજરાત રાજ્ય ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી લાલ આંખ કરવામાં આવી છે.

રાજ્યના ઇન્કમટેક્સ વિભાગે ફરી એકવાર તવાઈ બોલાવી છે રાજકીય પક્ષોને ડોનેશન આપી કર ચોરીની આશંકા જણાતા રાજ્યનું IT વિભાગ સક્રિય થયું છે.બોગસ ડોનેશન મુદ્દે IT વિભાગે રાજ્યના 4 હજાર ટેક્સપેયર્સને નોટિસ ફટકારી છે. ઇન્કમટેક્સ બચાવવા રાજકીય પક્ષોને ડોનેશન અપાતા હોય છે. વળી જે પાર્ટી સક્રિય ન હોય તેવી પાર્ટીમાં ડોનેશન દર્શાવીને કરચોરી કરતા હોય છે. વળી ટેક્સ પે ન કરવો પડે તે માટે પાર્ટીનું રજિસ્ટ્રેશન કરાવી ડોનેશનના નામે કર ચોરી થતી હોય તેવી આશંકા સેવવામાં આવે છે જેને લઇને આઇટી વિભાગ દ્વારા નોટિસ ફટકારીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મહત્વનું છે કે અગાઉ પણ અનેક સંસ્થાઓ, કરદાતા અને ટ્રસ્ટો દ્વારા કરચોરી કરી હોવાનું સામે આવ્યું હતું. ત્યારે આઇટી વિભાગ દ્વારા 4 હજાર ટેક્સપેયર્સને નોટિસ ફટકારીને બોગસ ડોનેશનની ખરાઇ શરૂ કરી છે આગામી સમયમાં જો કોઈપણ કર ચોરી સામે આવશે તો આઇટી વિભાગ તેની સામે કાર્યવાહી પણ કરશે 

Tags:    

Similar News