જામનગર : 40 ફૂટ ઊંડા બોરવેલમાં બાળકી ફસાતા ફાયરની ટીમ દોડતી થઈ, દોઢ કલાકથી બચાવની કામગીરી પૂરજોશમાં

જામનગર તાલુકાના તમાચણ ગામે વાડી વિસ્તારમાં અઢી વર્ષની માસૂમ બાળકી ખુલ્લા બોરવેલમાં પડી જતા ફસાઈ ગઈ છે.

Update: 2023-06-03 07:19 GMT

જામનગર તાલુકાના તમાચણ ગામે વાડી વિસ્તારમાં અઢી વર્ષની માસૂમ બાળકી ખુલ્લા બોરવેલમાં પડી જતા ફસાઈ ગઈ છે. જેથી ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી રેસ્ક્યૂ હાથ ધર્યું હતું.

જામનગર તાલુકાના તમાચણ ગામમાં અઢી વર્ષની બાળકી 35 થી 40 ફૂટ ઊંડા બોરવેલમાં પડી જતા ફસાઈ ગઈ છે. વાડી વિસ્તારમાં બોરવેલમાં બાળકી ફસાઈ જતા આસપાસના લોકો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં દોડી આવ્યાં હતા. ફાયરની ટીમની સાથે 108ની ટીમ પણ બાળકીને બચાવવા તાત્કાલીક દોડી આવી હતી. ટીમોએ હાલ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે. બચાવ કામગીરીમાં ફાયર બ્રિગેડ શાખા અને ગ્રામજનો સહિતના લોકો જોડાયા છે.

Tags:    

Similar News