જામનગર: 20 કલાકની મહેનત બાદ પણ બાળકીને બચાવી ન શક્યા, બોરવેલમાંથી બાળકીનો મૃતદેહ બહાર કાઢ્યો

વહેલી સવારે 5:45એ NDRFની મદદથી બોરવેલમાંથી બાળકીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.

Update: 2023-06-04 09:37 GMT

વહેલી સવારે 5:45એ NDRFની મદદથી બોરવેલમાંથી બાળકીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.

ગઇકાલે સવારે જામનગર જિલ્લાના તમાચણ ગામમાં 2 વર્ષની બાળકી 250 ફૂટ ઊંડા બોરવેલમાં 20 ફૂટ આસપાસ ફસાઈ ગઇ હોવાની ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક તંત્ર સહિત સેના પણ રેસ્ક્યૂ કામગીરીમાં જોડાઇ હતી. પરંતુ આ ઘટનાને લઇને ખૂબ જ દુખદ સમાચાર સમાચાર સામે આવી રહ્યા છે. લગભગ 20 કલાકની ભારે જહેમત બાદ પણ બાળકીને બચાવી શકાઇ નથી. આજે વહેલી સવારે બોરવેલમાંથી બાળકીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે. NDRFની મદદથી બાળકીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. રોશનીને મૃત હાલતમાં બોરવેલમાંથી બહાર કઢાઈ હતી. વહેલી સવારે 5:45એ બાળકીને બહાર કાઢવામાં આવી હતી. રોશની ગઈકાલે સવારે 9:30 વાગ્યે બોરવેલમાં પડી હતી.

Tags:    

Similar News