જામનગર : લાખોટા મ્યુઝિયમ ખાતે International Museum Day ની ઉજવણી કરાઇ, 2 હજારથી વધુ લોકો દર મહિને સંગ્રહાલયની મુલાકાતે

આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય નો ઉદેશ લોકોમાં જાગૃતિ લાવવાનો છે કે સંગ્રહાલયો સાંસ્કૃતિક વારસાના આદાન પ્રદાન માટે એક મહત્વનું માધ્યમ છે..

Update: 2022-05-18 12:55 GMT

આજે ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડે છે ત્યારે જામનગરમાં આવેલા લાખોટા મ્યુઝિયમ ખાતે અનેકવિધ કાર્યક્રમો થકી ઈન્ટરનેશનલ મ્યુઝિયમ ડેની ઉજવણી કરવામાં આવી હતી. ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ મ્યુઝિયમ દ્વારા સમાજના વિકાસમાં સંગ્રહાલયોની ભૂમિકા અંગે જાહેર જાગૃતતા કેળવવા માટે 1977માં ઈન્ટરનેશનલ મ્યુઝિયમ ડે પ્રસ્થાપિત કરવામાં આવ્યો હતો આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય નો ઉદેશ લોકોમાં જાગૃતિ લાવવાનો છે કે સંગ્રહાલયો સાંસ્કૃતિક વારસાના આદાન પ્રદાન માટે એક મહત્વનું માધ્યમ છે..

જામનગર મધ્યે આવેલા તળાવની વચ્ચે આવેલા લાખોટા મ્યુઝિયમ ખાતે પુરાતત્વીય સંગ્રહાલય અને રમત ગમત યુવા સહિત સાંસ્કૃતિક વૃતિઓ વિભાગ ગુજરાત સરકાર દ્વારા ઈન્ટરનેશનલ મ્યુઝિયમ ડેની ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે લાખોટા મ્યુઝિયમ ખાતે ક્રોસવર્લ્ડ પઝલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંગ્રહાલય નિહાળનાર આ પઝલ થકી ડિઝિટલ મ્યુઝિયમ જોઈ શકે અને રમી પણ શકે છે. જેમાં તેમને જામનગર શહેરના ઇતિહાસ વિષય પર પ્રશ્નોના જવાબ આપવાના હતા . તેમજ કોરોના બાદ અત્યાર સુધીમાં દર મહિને અંદાજે 2000 થી વધુ લોકો આ મ્યુઝિયમની મુલાકાત લે છે અને સંગ્રહાલય નિહાળે છે.

Tags:    

Similar News