જામનગર : યુવાનમાં મંકી પોક્સના શંકાસ્પદ લક્ષણ જણાતા આરોગ્ય તંત્ર દોડતું થયું, રિપોર્ટ નેગેટિવ આવતા રાહત...

શહેરના નવા નાગના વિસ્તારમાં રહેતા એક યુવાનને મંકી પોક્સના શંકાસ્પદ લક્ષણ જણાતા જામનગરના આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું હતું

Update: 2022-08-05 10:23 GMT

જામનગર શહેરના નવા નાગના વિસ્તારમાં રહેતા એક યુવાનને મંકી પોક્સના શંકાસ્પદ લક્ષણ જણાતા જામનગરના આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું હતું. જામનગરના નવા નાગના વિસ્તારમાં રહેતા એક યુવાનને મંકી પોક્સના શંકાસ્પદના જણાતા તાત્કાલિક યુવાનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આરોગ્ય વિભાગે યુવાનના સેમ્પલ મેળવી વધુ તપાસ અર્થે લેબોરેટરી મોકલ્યા હતા, જ્યાં આ યુવાનના સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ હોવાનું જાહેર થયું હતું. આ અંગે અમદાવાદ સિવિલ હોસ્પિટલના મેડિસિન હેડ ડોક્ટર કમલેશ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, આ મામલે લોકો ગભરાઈ નહીં, પણ સાવચેતી રાખે. જામનગરમાં હાલ મંકી પોક્સનો એક પણ પોઝિટિવ કેસ નથી.

Tags:    

Similar News