ખેડા : નડિયાદ વાસ્મો કચેરી દ્વારા નલ સે જલ કાર્યક્રમ યોજાયો, મહિલાઓની પાણી સમિતિઓને પુરસ્કાર એનાયત કરાયા
ખેડા જિલ્લાના નડિયાદ ખાતે વાસ્મો કચેરી દ્વારા નલ સે જલ કાર્યક્રમ યોજાયો હતો
ખેડા જિલ્લાના નડિયાદ ખાતે વાસ્મો કચેરી દ્વારા નલ સે જલ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મહિલાઓની પાણી સમિતિઓને પુરસ્કાર એનાયત કરાયા હતા.
ખેડા જિલ્લા પંચાયત કચેરી નડિયાદ ખાતે આજે વાસ્મો કચેરી દ્વારા નલ સે જલ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રી મહિલા સશક્તિકરણ કાર્યશાળા હેઠળ યોજાયેલ આ કાર્યક્રમમાં ૭૦ ટકાથી વધુ મહિલા ધરાવતી પાણી સમિતિઓને જિલ્લા કલેકટર કે.એચ.બચાણી તેમજ જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવેના હસ્તે ૧૩ ગામની પાણી સમિતિઓને રૂા. ૫૦,૦૦૦/-ના પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં જુદા જુદા ગામની પાણી સમિતિના સભ્યો તેમજ લાભાર્થીઓ હાજર રહ્યા હતા.