ખેડા : નારી સંમેલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રસંશનીય કામગીરી કરેલ મહિલાઓ ને માતા યશોદા એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા

પ્રસંશનીય કામગીરી કરેલ મહિલાઓ ને માતા યશોદા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા

Update: 2022-03-30 13:18 GMT

ખેડા જિલ્‍લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલની અધ્યક્ષતામાં ભવન હોલ, મહેમદાવાદ ખાતે નારી સંમેલન કાર્યક્રમ યોજાયો હતો. શિક્ષણ જેમાં પ્રસંશનીય કામગીરી કરેલ મહિલાઓ ને માતા યશોદા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલે જણાવ્‍યું હતું કે, ગુજરાત સરકાર દ્ધારા ગ્રામિણ મહત્‍વને સમજીને ગ્રામ્‍ય જીવનને વધુ સારૂં બનાવવા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.


મહિલા સશક્તિકરણને પ્રોત્‍સાહન આપતાં ''મિશન મંગલમ'' દ્ધારા ગ્રામ્ય કક્ષા માં વસવાટ કરતી બહેનો મિશન મંગલમ યોજના હેઠળ સ્‍વસહાય જુથો, સખી મંડળોની રચના કરવામાં આવી છે. આમ, મહિલાઓમાં રહેલી શક્તિઓ જ્યારે બહાર આવે છે, ત્યારે તે ફક્ત તેમના પુરતી સિમિત ન રહેતા સમાજના અન્ય લોકો માટે પણ ખૂબ જ ઉપકારક બની રહે છે. ગુજરાતમાં છેવાડાના ગામોમાં વસતા બહેનોની આત્‍મસુઝ અને મહેનતને જો આ સરકારી યોજનાઓનું યોગ્‍ય માર્ગ દર્શન અને લાભ મળે તો મહિલાઓના આર્થિક અને સામાજિક વિકાસની સાથો સાથ તેમના બાળકો, ઘર અને પરિવારનો પણ વિકાસ થાય છે. જેથી સરકાર દ્ધારા આપવામાં આવતી વિવિધ સહાયોનો લાભ લેવા જણાવ્‍યું હતું. 

Tags:    

Similar News