ખેડા : ઉમંગઉત્સવ પ્રસંગે શ્રવણમંદ બાળકોને શ્રેષ્ઠત્તમ કામગીરી સ્વરૂપે કિટ અર્પણ કરાય..

ખેડા જિલ્લામાં રોટરી ક્લબ સંચાલિત બધિર વિહાર, નડિઆદ તેમજ કમિશ્નર, યુવક સેવા અને સાંસ્ક્રુતિક પ્રવૃતિઓ, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગ ઉમંગ ઉત્સવ ૨૦૨૧-૨૦૨૨ તેમજ સમાજ સુરક્ષા વિભાગ, ગાંધીનગર દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

Update: 2022-02-24 10:28 GMT

ખેડા જિલ્લામાં રોટરી ક્લબ સંચાલિત બધિર વિહાર, નડિઆદ તેમજ કમિશ્નર, યુવક સેવા અને સાંસ્ક્રુતિક પ્રવૃતિઓ, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગ ઉમંગ ઉત્સવ ૨૦૨૧-૨૦૨૨ તેમજ સમાજ સુરક્ષા વિભાગ, ગાંધીનગર દ્વારા આયોજિત કોવિડ-૧૯ દરમિયાન દિવ્યાંગ બાળકોને રુ.૧૦૦૦૦/- પ્રતિ બાળક પ્રમાણે ૩૮ બાળકોને નાણાકિય સહાય જિલ્લા કલેક્ટર કે.એલ.બચાણીના અધ્યક્ષ પદે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.ખેડા જિલ્લામાં રોટરી ક્લબ સંચાલિત બધિર વિહાર, નડિઆદ તેમજ કમિશ્નર, યુવક સેવા અને સાંસ્ક્રુતિક પ્રવૃતિઓ, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગ ઉમંગ ઉત્સવ ૨૦૨૧-૨૦૨૨ તેમજ સમાજ સુરક્ષા વિભાગ, ગાંધીનગર દ્વારા આયોજિત કોવિડ-૧૯ દરમિયાન દિવ્યાંગ બાળકોને રુ.૧૦૦૦૦/- પ્રતિ બાળક પ્રમાણે ૩૮ બાળકોને નાણાકિય સહાય જિલ્લા કલેક્ટર કે.એલ.બચાણીના અધ્યક્ષ પદે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

ખેડા જિલ્લા યુવક સેવા અને સાંસ્ક્રુતિક પ્રવ્રુતિઓના અધિકારી અક્ષયકુમાર, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એલ.જી.ભરવાડ, જિલ્લા શિક્ષણ અધિકારી શિલ્પા પટેલ, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી કે.ટી.વાઘેલા સાહેબ, પ્રમુખ રોટરી ક્લબ તથા સભ્ય, બધિર સંચાલક મંડળના પદાધિકારીઓ હાજર રહ્યા હતા. અધ્યક્ષ સ્થાનેથી જિલ્લા કલેકટરે જણાવ્યું હતુ કે, દિવ્યાંગ બાળકો માટે સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ અમલમાં મુકેલ છે. કોવિડ-૧૯ને ધ્યાને રાખી અંદાજે રુ. ૩૦ લાખ નાણાકીય આર્થિક સહાય બધિર બાળકોની સંસ્થાને કરવામાં આવી છે. પ્રતિ બાળક દીઠ રૂ. ૧૦,૦૦૦/- ના ચેકનું વિત્તરણ કરવામાં આવ્યું હતું. ઉમંગ ઉત્સવ ૨૦૨૧-૨૦૨૨ પ્રસંગે શ્રવણમંદ બાળકો દ્વારા શ્રેષ્ઠત્તમ કામગીરી સ્વરુપે કિટ અર્પણ કરવામાં આવી હતી. બાળકોની પ્રશસનીય કામગીરી બાબતે શુભેચ્છા તથા શુભકામનાઓ આપવામાં આવી હતી.

Tags:    

Similar News