કચ્છ : પાકિસ્તાનની સેનાનો ભંગારનો જથ્થો ભારતમાં ઘુસાડવાનો પ્રયાસ મુન્દ્રા કસ્ટમે નિષ્ફળ બનાવ્યો..!

કચ્છ જિલ્લાના મુન્દ્રા કસ્ટમ દ્વારા ફરી એકવાર પાકિસ્તાનની નાપાક હરકતનો પર્દાફાશ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

Update: 2022-01-28 05:43 GMT

કચ્છ જિલ્લાના મુન્દ્રા કસ્ટમ દ્વારા ફરી એકવાર પાકિસ્તાનની નાપાક હરકતનો પર્દાફાશ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં પાકિસ્તાનની સેનાનો ભંગારનો જથ્થો વાયા દુબઈ થઈને ભારતમાં ઘુસાડવાનો પ્રયાસ મુન્દ્રા કસ્ટમે નિષ્ફળ બનાવ્યો છે.

મુન્દ્રા પોર્ટના હિંદ ટરમીનલ ખાતે 10 કન્ટેનરનો જથ્થો ઝડપી પાડીને તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાં અમદાવાદની પેઢી દ્વારા આ જથ્થો મંગાવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે જ્ઞાત થાય કે, પાકિસ્તાનથી આવતા કાર્ગો પર ભારત સરકાર દ્વારા 200% જેટલી ધરખમ ડ્યુટી લાદવામાં આવી હોવાથી દાણચોરો પાકિસ્તાની સામગ્રી વાયા અફઘાનીસ્તાન, ઈરાન અને દુબઈ થઈને ભારતમાં ઘુસાડે છે.

મળતી માહિતી અનુસાર, અંદાજે દોઢ કરોડ જેટલી ડ્યુટી ચોરીનો મામલો સતત ત્રીજા દિવસે મુન્દ્રા કસ્ટમનો તરખાટ જોવા મળ્યો છે.

Tags:    

Similar News