કચ્છ : ધોરડો ખાતે ગેટ વે ટુ રણ રિસોર્ટ કોન્ફરન્સ હોલ સહિત સુવિધાઓનું CM ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ

કચ્છના ધોરડો ખાતે ગેટ વે ટુ રણ રિસોર્ટ કોન્ફરન્સ હોલ સહિતની સુવિધાઓનું મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું

Update: 2023-02-08 09:48 GMT

કચ્છના ધોરડો ખાતે ગેટ વે ટુ રણ રિસોર્ટ કોન્ફરન્સ હોલ સહિતની સુવિધાઓનું મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું

Full View

કચ્છના સફેદ રણ ધોરડો ખાતે ૭ થી ૯ ફેબ્રુઆરી ૨૦૨૩ દરમિયાન જી-૨૦ની પ્રથમ પર્યટન કાર્યકારી સમૂહ બેઠકમાં સહભાગી થવા પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બેઠકના બીજા દિવસે ગેટ વે ટુ રણ રિસોર્ટના કોન્ફરન્સ હોલ,ડાઇનિંગ હોલ તેમજ એપ્રોચ રોડનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા તેમજ ગુજરાતના પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરા પણ ઉપસ્થિત રહ્યા હતા.ગેટ વે ટુ રણ રિસોર્ટમાં નવનિર્મિત અદ્યતન કોન્ફરન્સ હોલ ધોરડો ખાતેના વિવિધ આયોજન સમયે મહત્વનો બની રહેશે.ગેટ વે ટુ રણ રિસોર્ટમાં ધોરડો રણોત્સવ કમિટી વર્ષ ૨૦૨૨-૨૩ દ્વારા કોન્ફરન્સ હોલ, ડાઇનિંગ હોલ સહિત એપ્રોચ રોડ નું નિર્માણ કરવામાં આવ્યું છે. આ રિસોર્ટનું સંચાલન ધોરડો‌ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવે છે.મુખ્યમંત્રીએ ધોરડો ગ્રામ પંચાયતના સરપંચ મિયા હુસેન પાસેથી રણોત્સવની શરૂઆતથી માંડીને અત્યાર સુધી સફરની વિગતવાર જાણકારી મેળવી હતી.

Tags:    

Similar News