કચ્છ : 292 વર્ષની જૂની રાજપરંપરા અનુસાર ભુજીયા ડુંગર ખાતે કરાય ભુજંગદેવની પુજા

જોકે, કોરોનાના કારણે સતત બીજા વર્ષે પણ અહી ભરાતો ભાતીગળ મેળો મોકૂફ રાખવામાં આવ્યો છે.

Update: 2021-08-13 13:57 GMT

કચ્છ : 292 વર્ષની જૂની રાજપરંપરા અનુસાર ભુજીયા ડુંગર ખાતે કરાય ભુજંગદેવની પુજા

કચ્છની 292 વર્ષની જૂની રાજપરંપરા અનુસાર નાગ પંચમીના દિવસે ભુજીયા ડુંગર ખાતે ભુજંગદેવની પૂજાવિધિ કચ્છરાજના પરિવાર દ્વારા કરવામાં આવી હતી. જોકે, કોરોનાના કારણે સતત બીજા વર્ષે પણ અહી ભરાતો ભાતીગળ મેળો મોકૂફ રાખવામાં આવ્યો છે.

કચ્છ : 292 વર્ષની જૂની રાજપરંપરા અનુસાર ભુજીયા ડુંગર ખાતે કરાય ભુજંગદેવની પુજાનાગ પંચમીની પૂજાવીધીના ઇતિહાસની વાત કરીએ તો, ક્ચ્છ પર અવાર-નવાર વિદેશી આક્રમણો થતા હતા, ત્યારે ક્ચ્છરાજના રાવ દેશળજીએ ભુજની ફરતે અભેદ્ય કિલ્લા જેવો ભુજીયા ડુંગર બનાવ્યો હતો. વર્ષો અગાઉ ક્ચ્છ પર અમદાવાદના શેર બુલંદખાને 50 હજારના લશ્કર બળ સાથે ચઢાઈ કરી હતી, ત્યારે રાજા, સેનાપતિ, લશ્કર, કચ્છની જનતાએ અને 9 હજાર નાગા બાવાઓએ ભેગા મળી તેની સામે લડત આપી હતી. આ લડાઈમાં શેર બુલંદખાનને હરાવી ક્ચ્છએ જીત મેળવી હતી. તે દિવસ એટલે આજનો નાગ પંચમીનો દિવસ... બસ ત્યારથી જ દર વર્ષે રાજ પરંપરા અનુસાર પરંપરાગત રીતે પૂજન વિધિ કરવામાં આવે છે. કચ્છના અંતિમ રાજવી સ્વ. મહારાવ પ્રાગમલજી ત્રીજાના આદેશ અનુસાર, નાગ પંચમીના દિવસે રોહા ઠાકોર પુષ્પેન્દ્રસિંહ જાડેજા દ્વારા પૂજાવીધી કરવામાં આવી હતી. દરબારગઢમાં પૂજા કર્યા બાદ ડુંગરે ભુજંગદેવના મંદિરે પૂજા કરાઈ હતી. ભુજીયા ડુંગર પર દાદાના મંદિરે જવા 400 જેટલા પગથિયાં ચઢીને લોકો દર્શનાર્થે જાય છે. અહીંથી સમગ્ર ભુજનું અવકાશી અને નયનરમ્ય દ્રશ્ય જોવા મળે છે, ત્યારે આજે નાગ પંચમીની વહેલી સવારથી ભુજ તેમજ આસપાસના લોકોની ભારે ભીડ જોવા મળી હતી.

Tags:    

Similar News