LRD આંદોલનના નેતા યુવરાજસિંહ અને અમરેલીના કોંગ્રેસ અગ્રણી ઝવેર રંગોળીયા આપમાં જોડાયા

Update: 2021-09-30 04:59 GMT

રાજ્યમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી થવા જઈ રહી છે ત્યારે આ વખતે રાજ્યમાં ત્રિકોણી જંગ રાજ્યમાં જોવા મળી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની સીધી લડાઈવાળા રાજ્યમાં કેજરીવાલની આમ આદમી પાર્ટીએ એન્ટ્રી મારી છે.

હાલમાં ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી દ્વારા ધૂમ પ્રચાર કરવામાં આવી રહ્યો છે ત્યારે એક બાદ એક યુવા ચહેરાઓને પણ પાર્ટીમાં સામેલ કરવાનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. એવામાં આજે ગુજરાતના જાણીતા ચહેરાઓ ઝાડુ પકડયું છે. ડેપ્યુટી સીએમ અને આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા મનીષ સિસોદિયા હાજરીમાં યુવરાજસિંહ જાડેજા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. LRD આંદોલન વખતે યુવરાજસિંહ જાડેજા ચર્ચામાં આવ્યા હતા અને સરકાર સામે મોટું આંદોલન કર્યું હતું. યુવરાજ સિંહ જાડેજા સિવાય અમરેલીનાં કોંગ્રેસ આગેવાન ઝવેર રંધાળીયાને પણ મનીષ સિસોદિયા આમ આદમી પાર્ટી સદસ્યતા અપાવી હતી. આગામી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ગોપાલ ઈટાલિયાના નેતૃત્વમાં વિજય સુંવાળા, પ્રવીણ રામ સહિતના યુવા ચહેરાઓને પાર્ટીમાં સામેલ કરવા માટે મોટા મિશન પર કામ કરવામાં આવી રહ્યું છે.

Tags:    

Similar News