ગુજરાતમાં CBIની મોટી કાર્યવાહી,યુનિયન બેન્ક સાથે કરોડોની છેતરપિંડીના કેસમાં રાજકોટ ઉપલેટામાં દરોડા

રાજકોટ-ઉપલેટા સહિત 7 સ્થળોએ દરોડા પાડી કંપનીના વ્યવહારો ચેક કરવામાં આવી રહ્યા છે.

Update: 2021-11-29 11:44 GMT

બેંક સાથે છેતરપિંડીના કેસમાં CBIએ રાજકોટની એક નામાંકિત કંપની સામે મોટી કાર્યવાહી કરી છે. રાજકોટ-ઉપલેટા સહિત 7 સ્થળોએ દરોડા પાડી કંપનીના વ્યવહારો ચેક કરવામાં આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર રાજકોટની કંપની વિરુદ્ધ કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે.રાજકોટની જાણીતી કંપની મનદીપ ઇન્ડસ્ટ્રીઝે યુનિયન બેંક સાથે 44.64 કરોડની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ દાખલ થઈ છે. જે બાદ CBIએ મોટી કાર્યવાહી કરતાં કંપનીના રાજકોટ-ઉપલેટા સહિત 7 જેટલા સ્થળોએ દરોડા પાડી મનદીપ ઈન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર્સ અને ભાગીદારો વિરુધ્ધ કડક પગલાં ભર્યા છે. સર્ચ દરમિયાન CBIને દસ્તાવેજ પણ મળ્યા છે પુરાવાના આધારે કંપની વિરુદ્ધ સીબીઆઇ એ કેસ પણ દાખલ કર્યો છે કંપનીના ભાગીદારો સામે પણ કેસ કરી CBIએ છેતરપિંડી આપનાર સામે ગાળિયો કસ્યો છે. હાલ પર 7 સ્થળોએ કાર્યવાહી ચાલુ છે જેમાં બેનામી વ્યવહાર નીકળવાની પણ આશંકા સેવાઇ રહી છે કંપનીના આશીષ બી.તળાવિયા, કિશોર વૈષ્ણવી સામે કેસ દાખલ કરાયો છે તો રામજી એચ.ગજેરા, કલ્પેશ પી.તલાવિયા સામે પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે 

Tags:    

Similar News